26th January selfie contest

રેસિપીઃ ગરમીમાં ઠંડા થવા ખાઓ કેસર પિસ્તાની કુલ્ફી, આ સરળ રીતે ઘરે જ બનાવો

PC: twitter.com

ઉનાળાની ઋતુમાં સૌને કશું ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે આઈસ્ક્રીમ કે કુલ્ફી ખાવાની મજા જ કંઈક અનેરી જ હોય છે. તો રાહ શું જુઓ છો. આજે અમે તમને જણાવીશું ઘરે જ કેસર પિસ્તા કુલ્ફી બનાવવાની રીત, આ રીતે કુલ્ફી બનાવીને ઘરે જ પરિવાર સાથે આ વાનગીની મજા માણો.

સામગ્રી

1/2 લિટર ફુલ ક્રીમ દૂધ

1/2 કપ સમારેલા પિસ્તા

2 ચમચી દૂધ

1/2 કપ ખાંડ

10 સેર કેસર

1/2 ચમચી લીલી એલચી પાવડર

રીત

એક પેનમાં ફુલ ક્રીમ દૂધ રેડો અને ઉકળવા દો, લગભગ 25-30 મિનિટ સુધી ઉકળવા દો. હવે કેસરને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી દો. હવે દૂધમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી દો, દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. પછી તેમાં પિસ્તા, એલચી પાવડર અને પલાળેલું કેસર દૂધ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ફરીથી 5 મિનિટ ઉકળવા દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને થોડીવાર માટે દૂધને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને કુલ્ફીના મોલ્ડમાં રેડી દો. તેને ઓછામાં ઓછા 4-5 કલાક માટે ફ્રીઝ કરો. કુલ્ફીના મોલ્ડની અંદર લાકડાની લાકડી નાખો અને કુલ્ફીને બહાર કાઢો. તેના પર ઝીણા સમારેલા પિસ્તા અને કેસર નાખો. તૈયાર છે તમારી કેસર પિસ્તા કુલ્ફી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp