181 અભયમ મહિલા હેલ્પલાઈનના ગુજરાતમાં 8 વર્ષ પૂરા, 89569 મહિલાઓને મદદ કરી

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, નારીશક્તિને બિરદાવવાનો દિવસ એટલે તા.8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. દર વર્ષે આઠમી માર્ચના રોજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. આજે દરેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરૂષ સમોવડી બનીને કાર્ય કરી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નારીઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢીગત માન્યતાઓ અન જૂનવાણી વિચારસરણી મહિલાની મુસીબતનું કારણ પણ બનતા હોય છે.

આવા સમયમાં મુસીબતમાં પડેલી મહિલાઓ માટે કોઈ પણ ઘરેલુ હિસા કે દુવ્યવહાર જેવી ઘટનાઓના સમયે તાત્કાલિક બચાવ મેળવી શકે તેવા આશયથી રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે તા.8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “181 અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 181 અભયમ મહિલા હેલ્પલાઈનના ગુજરાતમાં સફળતાના 8 વર્ષ પૂર્ણ થયા છે. માત્ર 08 વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ 11,76,102 થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર સાથેની અભયમ રેસ્ક્યુ વાન જઈને 2,37,901 જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. 1,49,335 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 71,872 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટનાસ્થળ ઉપર જઈને રેસ્ક્યુ વાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી છે.

- 181 હેલ્પલાઈનની વિશેષતા:

  • મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
  • 108ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
  • પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
  • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલીવાર ઈન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

સુરત જિલ્લાની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં 89569 મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઈ ને 18,684 જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. આમ સુરત જિલ્લાની કોઈ પણ મહિલાઓ મહિલા સાથે થતી હિંસા, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, વ્યવસાયને લગતા પ્રશ્નોની માહિતી 181 હેલ્પલાઈન મારફતે મેળવી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.