અમદાવાદના આ પદ્મશ્રી વિજેતા પટેલે ડિઝાઈન કર્યું છે નવું સંસદ ભવન

PM મોદી 28 મેના રોજ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધી ફેલાયેલા આ ત્રણ કિલોમીટરના રસ્તાને હવે રાજપથને બદલે કર્તવ્ય પથના નામથી ઓળખવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ સંસદ ભવન સિવાય ઘણી અન્ય સરકારી ઈમારતોનું પણ પુનઃનિર્માણ કરવામાં આવશે. જ્યારે, ઘણી ઇમારતોનું સમારકામ કર્યા બાદ તેને નવું રંગ રૂપ આપવામાં આવશે. નવું સંસદ ભવન બની તો ગયું પરંતુ તમને ખબર છે આ સંસદ ભવનને એક ગુજરાતીએ ડિઝાઇન કર્યું છે. અમદાવાદના ફેમસ આર્કિટેક્ટ ડૉ.બિમલ પટેલે આ સંસદ ભવનને ડિઝાઇન કર્યું છે. 

તેમણે અનેક મોટા પ્રોજેક્ટ ડિઝાઇન કર્યા છે. ડૉક્ટર બિમલ પટેલની ખાસ ડિઝાઇનમાં અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, કાંકરિયાનો રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIT જોધપુર, IIM અમદાવાદ જેવી ઘણી બિલ્ડીંગો સામેલ છે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ અને કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટની ડિઝાઈન પણ તેમણે જ તૈયાર કરી છે. ડો.પટેલને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આગા ખાન એવોર્ડ ફૉર આર્કિટેક્ચર સિવાય, તેમને 1998મા UN સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટ્સ એવોર્ડ ઓફ એક્સીલન્સથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 2001મા ડો.વિમલને વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

1 ડૉ.વિમલ પટેલ અમદાવાદના રહેવાસી છે. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો.

2 ડૉ. બિમલ બાળપણથી જ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક બનવા માંગતા હતા. પરંતુ તેમની શાળાના એક સિનિયર જેશૂઈટે તેમને સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ વિશે વિચારવા માટે કહ્યું.

3 તેઓ અમદાવાદની જાણીતી યુનિવર્સિટી CEPTના પ્રમુખ પણ છે. આ સિવાય, તેઓ એક ડિઝાઇન ફર્મ HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે.

4 અહીં તમને જણાવી દઈએ કે બિમલ પટેલે આ અગાઉ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને IIMના(A) નવા કેમ્પસને પણ ડિઝાઈન કર્યું હતું.

5 આ સિવાય તેઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા છે.

6 ડૉ. બિમલના પિતા હસમુખ પટેલ પણ એક આર્કિટેક્ટ હતા. તેમના ઘરે જ્યારે પણ ક્લાઇન્ટ્સ આવતા ત્યારે તેઓ તેમના પિતાને ઘરની ડિઝાઇન સમજાવતા જોતા. ધોરણ 12 પછી, તેમણે આર્કિટેક્ટનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને CEPT યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં ટોપ કર્યું. આ પછી, તેમણે આ જ વિષયમાં માસ્ટર્સની અને બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી સિટી એન્ડ રિજનલ પ્લાનિંગમાં PHDનો અભ્યાસ કર્યો.

7 તેમને 1992મા આગા ખાન એવોર્ડ ફૉર આર્કિટેક્ચર અને 2019મા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.