લાખો લઈ PSI બનાવવાનો ખેલ, વિશાલ રાઠવાના પરિવારે શું કહ્યું તે જાણો
પોલીસ ભરતીની એકપણ પરીક્ષા પાસ કર્યા વગર ગાંધીનગરના એકેડેમી તાલીમ કેન્દ્રમાં PSIની તાલીમ લઈ રહેલા ઉમેદવારોમાં એક ડભોઇનો રહીશ મયુર લાલજી તડવી તાલીમ લઈ રહ્યો હતો તે PSIમાં પરીક્ષામાં નાપાસ થયો હોવા છતાં બોગસ દસ્તાવેજો ના આધારે તાલીમ લઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તેણે ભરૂચના વિશાલ તીરસંગ રાઠવાના સ્થાને પોતાનું નામ કોમ્પ્યુટર એડિટિંગ કરી પોતે ઉમેદવાર હોવાનું ફલિત કરી તાલીમ કેન્દ્રમાં ઘૂસી ગયો હતો પરંતુ સમગ્ર વેરિફિકેશનમાં મયુર તડવી નકલી ઉમેદવાર હોવાનો પર્દાફાસ થતા તેની ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિશાલ રાઠવા કે જેઓ સાચા PSI તરીકેના ઉમેદવાર છે તેઓના પરિવારની મુલાકાત કરવામાં આવતા તેઓનો પરિવાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની બાજુમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરના બ્લોક નંબર બી -4 રૂમ નંબર 47 માં રહે છે.
તેમની મુલાકાત કરવામાં આવતા તેના માતા-પિતા મળી આવ્યા હતા અને વિશાલ રાઠવા પોલીસ ભરતી પરીક્ષામાં પાસ થયો હોવાની માર્કશીટ સહિત તેણે અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ પાસ કરેલી હોવાની માર્કશીટો પણ બતાવી હતી, અને પરિવારજનોએ પણ તેના દસ્તાવેજોના ગેરકાયદેસર ઉપયોગ કરી મયુર તડવીએ કૌભાંડ આચર્યું હોઇ તે વાતની તેઓ નિંદા કરી હતી અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.
PSI ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તાલીમ માટે તેમને લેટર આરપીએડી મારફતે મોકલવામાં આવ્યો હતો જેમાં ભરૂચના સોનેરી મહેલ ખાતે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા વિશાલ રાઠવાને પણ લેટર મળતા તે તાલીમ કેન્દ્ર ઉપર પહોંચ્યો હતો અને તેની તાલીમ ચાલી રહી હતી ત્યાં જ તેના નામે નકલી PSI તરીકે તાલીમમાં મયુર તડવી ઝડપાયો હતો જેના પગલે તેની પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો ત્યારે અમદાવાદની ધારા જોશી બાદ મયુર તડવી નકલી PSI ની તાલીમ કેન્દ્રમાં ઘૂસ્યો હોવાનો વિસ્ફોટ થયો છે.
કરાઈ ખાતે તમામ #PSI તાલીમાર્થીનું ફરીથી #DV (પ્રમાણપત્રોની ચકાસણી) શરૂ કરી છે.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 27, 2023
ઓર્ડર વાળા લિસ્ટમાં આવેલ નામ સાથે કેડેટનું ID મેચ કરે છે.
થોડીવારમાં વિકાસ સહાય પણ ઉપસ્થિત રહશે.
💥માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ શ્રી ને નમ્ર અપીલ કે ફકત #PSI નહી, #ASI ની પણ તપાસ કરવી જરૂરી છે. pic.twitter.com/Ox2KCO0zsj
વિશાલ રાઠવાની મુલાકાત મીડિયાએ કરી હતી અને મુલાકાત દરમિયાન વિશાલની માતાએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તો અભણ છું હું ભણી નથી પરંતુ મારા દીકરાએ રાત દિવસ અભ્યાસ કર્યો છે અને તેને અભ્યાસમાં અડચણ ન થાય તે માટે હું ઘરમાં વાસણ કુશળનું કામ કરું તો પણ સહેજ પણ અવાજ ન થાય તે રીતે મારા દીકરાને અભ્યાસ કરાવ્યો છે અને મારા દીકરાએ PSI ની પરીક્ષા પાસ કરી છે તેની માર્કશીટ પણ છે અને મારો દીકરો સાચો PSI છે પણ જેણે આ કૌભાંડ આચર્યું છે તેવા મયુર તડવી અને તેના પરિવાર માટે આ શરમજનક કહેવાય...? તેમ PSI ના સાચા ઉમેદવાર વિશાલ રાઠવા ની માતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp