11 જૂને ગુજરાત પોલીસના 50000 થી વધુ જવાનો CPR તાલીમ મેળવશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને COLS AWARENESS PROGRAM(CPR તાલીમ કાર્યક્રમ)ના અનુસંધાને આગામી તા.11 જુને રાજ્યની 37 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2400 થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ અપાશે.

રાજ્ય સરકાર, ડૉક્ટર સેલ તથા ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ ઈમરજન્સીના સમયમાં વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR નું પ્રશિક્ષણ અપાશે. પોલીસકર્મીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટએટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિને CPR આપીને જીવ બચાવી શકશે.

અમદાવાદમાં સમયસૂચકતા વાપરી ટ્રાફિકના પોલીસ કર્મચારીઓએ એક્ટિવા ચાલકને CPR આપીને જીવ બચાવ્યો હતો

તા.06 જૂને અમદાવાદના કાલુપુર સર્કલ પર એક એકટિવાચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ ગયો હતો. આ સમયે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરી તે આવે એ દરમિયાન ચાલકની સ્થિતિ નાજુક જણાતા CPR ની પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ 108 મારફત હોસ્પિટલ પહોંચાડયા હતા.

આમ, CPR બાબતે ટ્રાફિકકર્મીઓ માહિતગાર હોવાથી આ દર્દીને CPR આપી જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારી તથા હોમગાર્ડ જવાનની આ ઉમદા માનવીય ફરજને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ ત્રણેય કર્મચારીઓને રૂબરૂમાં પ્રશંસાપત્ર પાઠવી મનાવીય અભિગમને બિરદાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp