સ્કૂલોમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાવશે બિલ, નહીં ભણાવે તો...
માતૃભાષામાં ધોરણ 1થી 8માં ભણાવવા મામલે રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ બિલ લાવવામાં આવશે. આ બિલની અંદર સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવશે. આ સજા એવી સ્કૂલો સામે થશે જે સ્કૂલો માતૃભાષામાં ભણાવતી નથી. અંગ્રેજી માધ્યમના ચક્કરમાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં જ ભણાવવામાં ના આવતા માતૃભાષાની જાળવણીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, પાયાના શિક્ષણની અંદર માતૃભાષા ભણાવવી એ જરૂરી છે. જે હેતુથી શાળાઓ મનમાની કરતા રાજ્ય સરકારે કાયદો કડક કાર્યવાહી કરતો લાવવા માટે વિધેયકની તૈયારીઓ શરુ કરી છે.
શાળામાં ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતમાં ભણાવવાને લઈને ગુજરાત વિધાનસભાના સત્રની અંદર 28 ફેબ્રુઆરી બિલ લવાશે. ધોરણ 1થી 8માં ઘણી શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી.
જેથી આ માટે વિધેયતમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવશે. શાળાઓ સામે તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે, કાયદો ભંદગ થવા સામે દંડની જોગવાઈઓ પણ કરવામાં આવશે. જેથી આ પ્રકારનું બિલ ઘણું મહત્વનું રહેશે.
ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાને લઈને સરકારને હાઈકોર્ટે પણ આડે હાથ લેતા વેધક સવાલો કરવામાં આવ્યા હતા. ગુજરાતી પણ આપણા બંધારણની ભાષાઓમાંની એક છે. તમે તેને શાળાઓમાં ભણાવ્યા વિના કેવી રીતે જાળવણી કરશો. ગુજરાત સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે તે વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે એક નિયમનકારી તંત્રની રચના કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp