લીંબડીમાં રખડતા ઢોરની લડાઈમાં અડફેટે આવેલા 1 બાળકનું મોત

PC: khabarchhe.com

લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈ મેટાળીયાનો 7 વર્ષનો પુત્ર વિરાજ ગામના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેષ પડતા વિરાજ ઘરે ગયો હતો. રિસેષ પૂર્ણ થવાના સમયે વિરાજ શાળા તરફ જવા નીકળ્યો હતો. શાળા નજીકના રસ્તામાં આખલાઓ ઝઘડી રહ્યા હતા.

યુદ્ધે ચડેલા આખલાઓએ વિરાજને અડફેટે લીધો હતો. વિરાજના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામના લોકોએ ઘાયલ વિરાજને સારવાર અર્થે લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરે વિરાજને મૃત જાહેર કર્યો હતો. 7 વર્ષના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી વિરાજના માતા-પિતા અને પરિવારજનો ઉપર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું. વિરાજના અંતિમ સંસ્કારમાં નાના ટીંબલા ગામના ગ્રામજનો હિબકે ચડ્યા હતા.

નાના ટીંબલા ગામના તલાટીએ પશુ અકસ્માતે માનવ મૃત્યુ થયાની લેખિત જાણ તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, લીંબડી-સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાનાં મામલતદારને કરી રિપોર્ટ સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક બાળકને રખડતા ઢોરની લડાઈમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp