રાજકોટઃ 108ની ટીમે ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસે મળેલી 50000 રોકડ પરત કરી

PC: Khabarchhe.com

જાહેર માર્ગો પર અક્સ્માત સમયે સત્વરે દોડી જતી 108 એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર વેળાએ તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવે છે.

પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા રાજકોટનાં એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામના 55 વર્ષીય દિનેશ રામોલિયા પોતાનું ટુ વ્હીલર લઈને મેટોડા જવા નીકળ્યા હતા ત્યારે નગર પીપળીયા ગામ પાસે આવેલી ગોલાઇમાં અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. 108ની ટીમને જાણ થતાં જ ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુ જોટવા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તની ઓળખ માટે તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી અંદાજિત રૂ. 50,000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 15,000/- મળી અંદાજિત રૂ. 65,000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઇ હરેશ રામોલીયાનો સંપર્ક કરી મેટોડા 108ની ટીમના ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુ જોટવાએ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 108 ની ટીમના પ્રમાણિકતા બદલ ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp