ગુજરાતમાં ભગવાન શિવની 111 ફૂટ ઉંચી સુવર્ણ પ્રતિમાના થયા દર્શન, શિવરાત્રીએ અનાવરણ

PC: twitter.com

વડોદરા શહેરમાં સુરસાગર સ્થિતિ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની ઉંચી પ્રતિમાના દર્શન લોકોને થયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જો કે એ પહેલા મહાશિવરાત્રીના તહેવાર પહેલા વડોદરામાં ઘણા સમયથી આ મૂર્તિના દર્શન કરવાને લઈને લોકો રાહ જોતા હતા ત્યારે પ્રતિમાનું અનાવરણ દૂર કરાતા શિવજીના મૂર્તિના દર્શન થયા હતા.

શિવજીની આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ કરવામાં આવી રહી છે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે. 2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરૂ થયું હતું. ત્યારે ભગવાન શિવની આ મૂર્તિનું અનાવરણ હટાવી દેતા સુંદર સુવર્ણજડીત મૂર્તિના દર્શન ભાવી ભક્તોને શિવરાત્રિ પહેલા જ થયા હતા.

વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે. મહાશિવરાત્રીના શુભ અવસરે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ભગવાન શિવની સવારીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં શહેરભરમાંથી લોકો આ સવારીમાં જોડાશે ત્યારે પરંપરાગત રીતે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

ધારાસભ્ય યોગેશ પટેલ 2017ની અંદર મિત્રો સમક્ષ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ પ્રતિમા માટે શહેર તેમજ જિલ્લા અને રાજ્ય તેમજ દેશ અને વિદેશના અનેક દાતાઓને ફાળો આપ્યો છે. લગભગ 12 કરોડના ખર્ચે મૂર્તિનું કામ તૈયાર કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp