સુરતમાં 121મો ફ્લાય ઓવર બ્રિજ ખૂલ્લો મૂકાયો

PC: twitter.com

સુરત મહાનગરપાલિકાએ પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાએ રૂ.37.33 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખરવરનગર જંકશન થી પર્વતપાટીયા તરફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે સાસંદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ સિટી તરીકે ઓળખાય છે, એવી જ રીતે બ્રિજ સિટી તરીકે પણ સુરતની એક અલગ ઓળખ ઉભી થઇ છે.સુરત શહેરમાં ખરવરનગર જંકશન થી પર્વતપાટીયા તરફ ભાઠેના જંકશનને જોડતો 121મો બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે દેશભરમાં સુરત શહેર સૌથી વધુ બ્રિજ બનાવનારું શહેર બન્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાના નિવારવા માટે મહાનગર પાલિકા દ્વારા ભાઠેના જંક્શન પર નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના નિર્માણથી આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે તેમજ લોકોનો સમય અને ઈંધણની પણ બચત થશે.

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, 'સૌના સાથ, સૌના વિકાસ'ના સૂત્રને અનુસરી સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. ભાઠેના જંક્શન પરનો નવનિર્મિત બ્રિજ આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું સી.આર. પાટીલે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp