24 વર્ષીય પ્રિતીના અંગોથી 4 લોકોને નવજીવન મળ્યું

સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને તા.૦3 જૂનના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચારેક દિવસની સારવાર બાદ તા.7મી જૂનની રાત્રિએ ન્યુરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી સ્વ.પ્રિતીબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, શુકલા પરિવારે છ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર છે.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ડો. લક્ષ્મણ ટહેલયાણી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp