રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે

PC: twitter.com

રાજ્યના ખેડૂતો ફરી એકવાર વરસાદના સંકટનો સામનો કરીવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાના કારણે ફરી એકવાર ખેડૂતોના પાકને નુકશાન પહોંચી શકે છે.

હવામાન વિભાગે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી એપ્રિલ મહિનામાં પણ પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી છે.

5થી 7 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાના કારણે વારંવાર નુકશાન ખેતીના પાકને થઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અગાઉ પણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે  રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની સ્થિતિ જોવા મળી હતી ત્યારે ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

ફરી એકવાર હવામાન નિષ્ણાતો દ્વારા 5 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સારબકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દિવ, દાદરા નગર હવેલી સહીતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય 7 તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પવનની ગતિ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp