આણંદ કલેક્ટર ઓફિસમા સ્પાય કેમેરો કોણે લગાવ્યો?એ.કલેક્ટર કેતકી વ્યાસને SP ઓફિસે..

PC: anand.nic.in

લગભગ દશેક દિવસ પહેલા એક આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે આણંદના કલેકટર ડી. એસ. ગઢવીને સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા અને 3 મહિલા અધિકારીઓની એક તપાસ સમિતિની રચના કરી હતી. હવે આ મામલામાં ગુજરાત  ATS પોતે ફરિયાદી બન્યું છે અને કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડનાર એક મહિલા એડિશનલ કલેકટર સહિત 3 લોકોને SP ઓફિસે લઇ જવામાં આવ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ મહિલા એડિશનલ કલેકટર સહિત ત્રણેય જણાએ પોતાનો ગુનો કબુલી લીધો છે કે તેમણે જ કલેકટર ડી. એસ. ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા મુકેલા અને જેને કારણે ગઢવીનો એક મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ આણંદ કલેકટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવાના મુદ્દે એડિશનલ કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. કલેકટર ગઢવીને ફસાવવાનો રીતસરનો કારસો રચવામાં આવ્યું હોવાની વાત ATS તપાસમાં સામે આવ્યું છે.ચોંકાવનારી વાત એ છે કે આ ટોળકીએ કલેકટરને ફસાવવા તેમની ઓફિસમાં યુવતીઓને મોકલી હતી. આ પહેલાં પણ બે યુવતીઓને કલેકટર ગઢવીને ચેમ્બરમાં મોકલવામાં આવી હતી.

અંતે ત્રિપુટીનો કારસો સફળ થયો હતો અને કલેકટર એક મહિલા સાથે મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.

સરકારી કચેરીઓમાં કેટલું ગંદુ રાજકારણ ચાલે છે તે આ ઘટના પરથી ખબર પડે છે. નિવૃતિને આરે આવીને ઉભેલા કલેકટર ડી. એસ ગઢવીને સંકજામાં લેવા માટે તેમની ચેમ્બરમાં મહિલા અધિકારી સહિતના લોકોએ સ્પાય કેમરા ગોઠવી દીધા હતા અને તેમાં કલેકટર ગઢવી આબાદ ફસાઇ ગયા હતા.

 આણંદના કલેકટર ડી. એસ. ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને સરકાર સુધી આ વાત પહોંચી હતી. સરકારે પુરતી તપાસ કર્યા પછી ડી. એસ. ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને આણંદના નવા કલેકટર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આણંદ કલેકટરની ઘટનાની તપાસ માટે 3 મહિલા અધિકારીઓને જવાબદારી સોંપી હતી. જેમાં જેમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યા સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp