એકતાઃ ભરૂચમાં 4 મુસ્લિમ યુવાનોના મોત થયા, ગામના હિંદુ લોકો 9 દિવસ ગરબા ન રમ્યા
.jpg)
ભરૂચમાં કોમી એકતાની એક મિશાલ સામે આવી છે. વાત થોડી જુની છે, પરંતુ લોકોએ જાણવા જેવી છે. ભરૂચના આમોદમાં આવેલા સુડી ગામે 12 ઓકટોબરે એક રોડ અકસ્માતમાં સુડી ગામના એક ફળિયાના 4 મુસ્લિમ યુવાનોના મોત થયા હતા. 1500ની વસ્તી ધરાવતા આ ગામમાં હિંદુઓની વસ્તી બહુમતીમાં છે. 15 ઓકટોબરથી નવરાત્રિનો ઉત્સવ શરૂ થતો હતો. ગામના હિંદુ લોકોએ એક મિટીંગ કરી કે મુસ્લિમ પરિવારો પર આવી પડેલા દુખમાં ગામના લોકો ઉભા રહેશે. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે, આ વખતની નવરાત્રિ ગામમાં નહી ઉજવવામાં આવશે. સુડી ગામમાં નવરાત્રિના નવે નવે દિવસ ગરબા ન થયા. સુડી ગામના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યુ કે નવરાત્રિના તહેવારમાં ગામ આખુ સુનું હતું. 4 મુસ્લિમ યુવાનોના રોડ અકસ્માતમાં મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp