- Gujarat
- સુરત-કામરેજ પાસે બાઈક સવાર દંપત્તિ સાથે અકસ્માતમાં 4 લોકોના મોત
સુરત-કામરેજ પાસે બાઈક સવાર દંપત્તિ સાથે અકસ્માતમાં 4 લોકોના મોત
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર શહેર અને જિલ્લાઓમાં બની રહી છે, ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે ઈવી હતી. સુરતમાં કામરેજ અંત્રોલી પાસે અકસ્માતમાં બાઈક સવાર દંપત્તી સાથે 4 લોકો મોત નિપજ્યા છે જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પીકઅપ ટેમ્પો બાઈક સાથે અથડાતા આ ગોઝારી ઘટના બની હતી. છાસવારે વાહનોના અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. બેફામ રીતે હંકારાતા વાહનો અને મોટા વાહનોના અથડાવાથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ મામલે કામરેજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અન્ય 1 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સામેથી ગમખ્વાર રીતે આવી રહેલા પીકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાના ચાલકે ડિવાઈડર વળાંક પર આવતા બાઇક સવારને ફંગોળી દેતા તેમાં સવાર દંપત્તિનું મોત નિપજ્યુ હોવાની જાણકારી મળી છે. બનાવ અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરશે. આ બેદરકારીના કારણે 4 લોકોનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. અકસ્માતના બનાવો ખૂબ ચિંતાનજનક રીતે વધી રહ્યા છે.

