ડ્રીમ ચાઈલ્ડની 5મી વર્ષગાંઠ ઉજવાઇ

PC: Khabarchhe.com

ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ટીમે, પોતાની 5મી વર્ષગાંઠ નિમિત્તે, ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોગ, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ, કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરી. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહ્લાદ, મદાલસા, સીતા માતા, જીજા માતા, શકુંતલા વગેરે જીવંત થઈ ગયાં હતાં !! ‘હે દેવી..’ની પ્રતિજ્ઞા અને ‘પીગ પોઝીટીવીટી’ની ગેમ દ્વારા પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતા-પિતાઓએ ‘સ્ટ્રેસ ફ્રી પ્રેગ્નન્સી’નો મુદ્દો દૃઢ કર્યો હતો. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા 10,000 થી વધુ ઘરોમાં અભિમન્યુ અને પ્રહ્લાદ જેવા ગુણો ધરાવતા બાળકોનો જન્મ થયો છે. આ અંગે દેશ-વિદેશનાં હજારો માતા-પિતાની સ્વાનુભૂતિ ઉપસ્થિત તમામ શ્રોતાજનોને ગર્ભ સંસ્કાર અંગે આશ્ચર્ય પમાડી ગઈ 

કંપનીના CEO ધવલ છેટા અને તેમનાં ધર્મપત્ની વૃંદા છેટાએ, પણ પોતાના સંતાન હેતમાં જોવા મળેલા ગર્ભ સંસ્કારના અદ્ભુત પરિણામોનું, બાળકની લાઈવ રજૂઆત સાથે વર્ણન કર્યું હતું અને ઉપસ્થિત તમામ ભાવિ માતા-પિતાઓને ઉત્તમ સંતાનને જન્મ આપી, રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહ્વાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘અમે 1 કરોડ માતા-પિતા સુધી, અમે અનુભવેલ આ ગર્ભ વિજ્ઞાનના ચમત્કારને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ.’

આ મહોત્સવમાં માસ્ટર ટ્રેઈનર જીતેન્દ્ર ટીંબડિયાએ જણાવ્યું : ‘નવા ભારત’નું નિર્માણ માટે અમે દુનિયાના વૈદિક અને વૈજ્ઞાનિક તમામ સંશોધનોને સમાવીને ગર્ભ સંસ્કારની ક્રાંતિ શરૂ કરી છે. બાળકના બ્રેઈનનું 80% ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જાય છે, માટે કોઈ પણ દેશ, સમાજ કે વ્યક્તિએ, પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ગર્ભ સંસ્કારને સૌથી મહત્ત્વ આપવું જોઈએ.’

IPS ઓફિસર રાજન સુશ્રાએ જણાવ્યું : ‘ગર્ભ સંસ્કારની આ ક્રાંતિમાં દરેક પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ યુગલે જોડાવું જ જોઈએ. આવી ઘારદાર રજૂઆત મેં મારા જીવનમાં આ પ્રથમ વાર જોઈ છે. કઠોર પુરુષાર્થ અને અદમ્ય ઉત્સાહ બદલ આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.’
અંકિતા મુલાણીએ પોતાની સ્વાનુભૂતિ જણાવતાં કહ્યું મેં પણ ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાના ગર્ભ સંવાદની ચમત્કારિક અસર મારા સંતાનમાં અનુભવી છે. ગર્ભ સંસ્કાર દરેક કુટુંબ માટે ઋષિઓએ આપેલ એક મહા આશીર્વાદ છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp