6 સુરતીઓએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચરમાં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણી સહિત 6 સુરતીઓ જયેશ પટેલ, રાજેશ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલએ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌવર વધાર્યું છે.

ધર્મેન્દ્ર સવાણીએ પોતાની આ સાહસિક સફર વિશે જણાવ્યું હતું કે જીવનમાં સાહસ ખેડવાનું નક્કી કર્યું હતું ત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ વિશે જાણવા મળ્યું અને આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી. મારી સાથે સુરતના અન્ય 5 અને 1 અમદાવાદ અને એક ટ્રેકર પુણેના હતો. અમે સૌ બાયરોડ કાઠમંડુથી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટથી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર 15 મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટને ઉડાન ભરવા કલાકો વિતી ગયા. આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌ એ ટ્રેકિંગની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા. રોજ દસથી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો આમ કુલ નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. પોતાના અનુભવ વિશે ધર્મેન્દ્ર સવાણી એ જાણવું હતું કે એમ લાગતું કે દોડીને આટલું અંતર પૂર્ણ કરી લઈશું પણ થોડુક ચાલીએ એટલે શ્વાસ ફૂલી જતો, ઊંચા ઊંચા ડુંગરો ચડતા ઠંડીમાં પણ પરસેવો છૂટી જતો. એટલું જ નહીં પણ બેઝ કેમ્પથી પણ આગળ અમે કાલાપત્થરની 5550 મીટરની સફર પૂર્ણ કરી. આ સફરનો અનુભવ મારા અને મારા સાથીઓ માટે જીવનનો એક સાહસિક અને અવિસ્મરણીય અનુભવ હતો અને રહેશે.

ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પની સફર પૂર્ણ કરવાનું લક્ષ્ય તો નિર્ધારિત કરી લીધું પણ તે પૂર્ણ કરવું આસાન નહતું. આ માટે અમે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી હતી. રોજ 200 માળ પર ચઢતા અને ઉતરતા હતા સાથે જ સફર દરમિયાન ડાયટ નું પણ મહત્વ હોય છે એટલે એ મુજબનું જ ખાનપાન આરોગ્યું અને આકરી પ્રેક્ટિસના પરિણામે આ સાહસિક કાર્ય ને સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.