અમદાવાદમાં રખડતા ઢોરને પકડવા 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે

PC: khabarchhe.com

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, કોર્પોરેશન હવે રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે બાઉન્સરો રાખશે. આ માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ હોટસ્પોટ પણ નક્કી કર્યા છે. શહેરના કુલ 96 સ્થળ પર રખડતા ઢોરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરોની તૈનાતી કરશે.

અહેવાલ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતાં ઢોર પકડવાની નીતિને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે. આ સાથે જ રખડતાં ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને પણ રજૂઆત કરાઈ છે. કોર્પોરેશને એફિડેવિટ દાખલ કરી આ સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે, અગાઉ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, છતાં પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો હતો. રખડતા ઢોરે યુવકને અડફેટમાં લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 10 ટાંકા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp