બિલાડીના શરીરમાં 1 ફૂટનો સળિયો ઘૂસી ગયો, કરુણા એમ્બ્યુલન્સની ટીમે બચાવી લીધી

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે રાજ્યના પશુપાલન વિભાગ અને એમરી ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારના અબોલ પશુ પક્ષીઓ માટે સાચે જ સંજીવની બની રહી છે.માર્ચ - 2023 સુધીમાં વડોદરા શહેર વિસ્તારમાં કરુણા એમ્બુલન્સ દ્વારા 38,268 થી પણ વધુ પશુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઉમંગ સોસાયટી પાસે બિલાડીને થાપાના ભાગ પર લોખંડનો સળિયો ઘૂસી જતા જાંગના ભાગથી આરપાર થઈને બહાર નીકળી ગયો હતો. આ ઘટના બિલાડી કૂદકો મારીને ભાગવા જતો સર્જાઈ હતી.બિલાડીને ગંભીર રીતે પીડાતી જોઈ નીરજભાઈ નામના વ્યક્તિએ પોતાના ઘર પાસે આશરો આપી 1962 કરુણા એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.

ફોન મળતાની સાથે જ 1962 કરુણા એમ્બ્યુલન્સ વાયુ વેગે ગોત્રી વિસ્તારમાં પહોંચી હતી. ઘટના સ્થળે પશુ ચિકિત્સક ડો.ચિરાગ પરમાર, પાયલોટ રતનસિંહ તપાસ કરતા માલુમ પડ્યું કે બિલાડી ગંભીર ઈજાથી પીડાતી હતી. બિલાડીને બેભાન કર્યા સિવાય ઓપરેશન કરવું શક્ય ન હતું.પશુ ચિકિત્સકે બિલાડીને એનેસ્થીશિયા આપી બેભાન કરીને ઘૂસી ગયેલો સળિયો કાઢવામાં આવ્યો હતો. સળિયો લગભગ એક ફૂટ જેટલી લંબાઈ નો હતો. ઘૂસેલા સળિયાના લીધે સ્નાયુ અને સ્કીન બંને માં ઇજા થઈ હતી. પશુ ચિકિસ્તક ડો. ચિરાગ પરમાર દ્વારા બંને સ્તરના ટાંકા લેવામાં આવ્યા હતા. સર્જરી બાદ બિલાડીને એનિમલ રેસ્કયુ ટ્રસ્ટ માંજલપુરના શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવી હતી.ભાનમાં આવ્યા બાદ બિલાડી સામાન્ય અવસ્થામાં જોવા મળી હતી.

ડો.ચિરાગ પરમારની સુઝબુઝ અને પાઇલટ રતન સિંહની મદદથી કરુણા એમ્બ્યુલન્સે બિલાડીને બચાવીને નવું જીવનદાન આપ્યું હતું.શહેરની કરુણા એમ્બ્યુલન્સ વારંવાર અબોલ પશુ પંખીના જીવ બચાવી સાચા અર્થમાં સરાહનીય કામગીરી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp