આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમા 14 વર્ષની ભાવિકાના સંશોધન પેપરને મળ્યો પુરસ્કાર

રામનવમી પર્વ પર વધુ એક દીકરીએ સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભોપાલમાં આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં આદર્શ જીવન વિષય પરની ચર્ચામાં સુરતની ભાવિકા માહેશ્વરીને રામાયણ પર આધારિત સંશોધન પત્ર માટે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તુલસી માનસ પ્રતિષ્ઠાન અને રામાયણ કેન્દ્ર (ભોપાલ)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિષ્ઠિત વક્તાઓએ રામાયણ સંબંધિત વિષયો પર તેમના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. આ દરમિયાન દેશ- વિદેશની અલગ- અલગ ભાષાઓમાં રજૂ થયેલા રિસર્ચ પેપરમાંથી ઘણા રહસ્યો સામે આવ્યા હતા.આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં જ્યારે ભારતીય સંસ્કૃતિ પર ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે અને આપસમાં લડાવાઈ રહ્યું છે સાથેજ યુવા પેઢીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે ત્યારે ધાર્મિક અને વૈજ્ઞાનિક આધારો પર રામ પ્રત્યેની આસ્થાને મજબૂત કરવાનો હતો.

કાર્યક્રમમાં સુરતની ભાવિકા માહેશ્વરીએ રામાયણમાંથી કોર્પોરેટ, લીડરશીપ અને મેનેજમેન્ટના પાઠ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવિકા ઉપરાંત 7 દેશોએ ભાગ લીધો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રોફેસર, ભાભા પરમાણુ કેન્દ્ર અને આઈઆઈટી રૂડકીના સ્પર્ધકો સામેલ હતા. એટલું જ નહીં સ્પર્ધકોમાં સૌથી મોટી ઉંમરના એટલે કે 84 વર્ષના અને સૌથી નાની ઉંમર એટલે કે 14 વર્ષ સંશોધકો હતા. ડૉ. એન.આર. લઘ્વાલા મેમોરિયલ આઉટ સ્ટેન્ડિંગ પેપર એવોર્ડ માં ભાવિકા માહેશ્વરી વિજેતા રહી હતી. આચાર્ય ઓમ નીરવ, કામાક્ષી મિશ્રા અને માનવી ગોયલ ને પણ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર અપાવમાં આવ્યો હતો.


ભાવિકાની સફળતાઓ: 14 વર્ષની ભાવિકા માહેશ્વરી વાર્તાકાર, પ્રેરક વક્તા, લેખક અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડધારક, TEDx સ્પીકર અને BBBP બ્રાન્ડ એમ્બેસેડર છે. 10 વર્ષ દરમિયાન રામ કથા દ્વારા ₹52 લાખનું સમર્પણ ફંડ એકઠું કર્યું અને રામમંદિર અયોધ્યાને અર્પણ કર્યું છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉમેદવાર બન્યા કે તરત જ તેમણે તેમના જીવનચરિત્ર પર એક પ્રેરક પુસ્તક લખ્યું, જેની સમગ્ર દેશ અને વિદેશની મીડિયાએ નોંધ લીધી હતી. દેશના 9 રાજ્યો અને 100થી વધુ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર પ્રેરક સેમિનાર અને રામ કથા ભાગવત કથા કરી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રતન ટાટા કાર્યાલય, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સાથે દેશના અનેક નેતાઓએ વખાણ કર્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન), ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ શિક્ષણ પ્રધાન, ભારત સરકાર), શાંતનુ ઠાકુર (રાજ્ય શિપિંગ પ્રધાન, ભારત સરકાર) સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકોએ તેમના સોશિયલ મીડિયામાં ભાવિકા વિશે માહિતી આપી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.