સુરતમાં રખડતા કૂતરાના કારણે 6 વર્ષના માસૂમે ગુમાવ્યો જીવ
સુરતમાં કૂતરું કરડવાના કારણે વધુ એક બાળકનું મૃત્યું થયું છે. રખડતા કૂતરાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ભેસ્તાનના 6 વર્ષના બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું છે. પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતની અંદર સતત કૂતરાઓનો આતંક યથાવત રહ્યો છે કેમ કે, અગાઉ પણ એક બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું હતું.
રખડતા કૂતરાએ બાળકનો જીવ લેતા અનેક સવાલો મનપાની કામગિરી પણ પણ થઈ રહ્યા છે. વારંવારની આ સમસ્યા છતાં પણ રખડતા કૂતરા મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. 6 વર્ષમાં બાળકને ક્લિનિકમાં સારવાર અપાયા બાદ સિવિલમાં રીફર કરાયું હતું. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ક્યાં સુધી માસુમોના જીવ રખડતા કૂતરુંના કારણે જશે તેને લઈને સવાલો છે. રહીશો ત્રાહીમ છતાં પણ કૂતરાને કેમ પકડવામાં નથી આવતા. આ મામલે બાળકો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક માસુમ ભોગ બનતા ફરી સવાલો ઉભા થયા છે. મનપાની કામગિરી સામે પણ સવાલો ઉભા થયા છે.
સુરતમાં બાળકીને રખડતા કૂતરાના ટોળાએ કરડતા તેનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં ત્રણ દિવસથી બાળકી સારવાર હેઠળ હતી પરંતુ એટલા બધા બચકા ભર્યા હતા કે આ માસુમ તેની સામે બચી શકી નહોતી અને તેનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. રખડતા કૂતરાના સામૂહીક ટોળાએ બચકા ભરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp