કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મૂકવા સમાજને કરી ટકોર

PC: khabarchhe.com

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સભામાં સંબોધન કરતા લગ્નપ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અપીલ કરી છે. કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના વડીલોને ટકોર કરી હતી.

સમાજના દીકરા કે દીકરીઓએ ડીજે વગર લગ્ન નથી કરતા તેમ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. ડીજે વગર લગ્નના ફેરા ફરવા માટે તેઓ ના પાડતા હોય છે. ડીજેની જીદ કરતા દીકરા અને દીકરીઓને માતા-પિકાએ સમજાવવા જોઈએ. ભાભરના ઈન્દરવા ગામમાં કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે આ ટકોર કરી હતી.

ફરી સમાજને ટકોર ભાભર ઈન્દરવામાં તેમણે કહ્યું કે, માતા પિતાએ પોતાના દીકરા દકીઓને સમજાવવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મતભેદ ડીજેના કારણે ઉભા થાય છે. દીકરા દીકરીઓને સમજવાની જરુર છે. લગ્નમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે ટકોર કરી હતી. આ સાથે જેઓ લગ્ન કરનારા છે તે દીકરા દીકરીઓને સમજવાની આ મામલે જરુર છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજો સામે ચાલીને ડીજે પર પ્રતિબંધ લગ્નોમાં લાવવામાં માંગે છે જેથી કેટલાક સમાજના લોકોએ મિટીંગ કરીને પણ આ ખોટા ખર્ચ અને ડીજેના કારણે ઉભા થતા મતભેદને ટાળવા માટે પ્રતિબંધ લગાવવા માટે નક્કી પણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp