AM/NS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની મીરાને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

AM/NS ઈન્ટરનેશનલ સ્કૂલ, હજીરા- સુરત વિદ્યાર્થીની મીરા કાર્તિક વાસને તેની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઈતિહાસમાં કંડાર્યું છે. મીરા કે તેની વય હજુ  6 વર્ષની પણ થઈ નથી તેને એક વિદ્યાર્થીની દ્વારા મહત્તમ સંખ્યામાં પેઈન્ટીંગ ટેક્નિકનો ઉપયોગ કરવા બદલ ઈન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

મીરાએ 12 વિવિધ પેઇન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને તેની કલાત્મક કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. જેમાં સોફ્ટ પેસ્ટલ આર્ટ, કાર્ટુન સ્કેચિંગ, પેલેટ નાઈફ પેઈન્ટીંગ, ફિંગર પેઈન્ટીંગ, મંડાલા, મધુબની, વારલી આર્ટ,  ચારકોલ આર્ટ, એક્રેલીક પેઈન્ટીંગ, વોટર કલર વેટ ઓન વેટ, બર્ડ પેઈન્ટીંગ અને પ્રિન્ટિંગ સ્કીલ વીથ વોટર કલરનો સમાવેશ થાય છે.

મીરાની સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા AM/NS ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ સુનિતા મટ્ટુ એ જણાવ્યું કે “મીરા અને તેની અભૂતપૂર્વ સિધ્ધિ માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આટલી નાની ઉંમરમાં વિવિધ પેઈન્ટીંગ સ્કીલ હસ્તગત કરવી તે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેની આ સિધ્ધિ વિદ્યાર્થીઓના કૌશલ્યનું સંવર્ધન થાય તેવું વાતાવરણ પૂરું પાડવાની અમારી નિષ્ઠા દર્શાવે છે. સ્કૂલનું વાતાવરણ તેમના અભ્યાસમાં ઉત્તમ પરિણામ લાવવાના પ્રયાસોની સાથે - સાથે તેમનામાં સક્રિય કલા ભાવના પેદા કરવાનું વાતાવરણ દર્શાવે છે. મીરાની આ સિધ્ધિ અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની રુચિ ધરાવતા વિષયમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.”

ઑક્ટોબર 17, 2017ના રોજ ચેન્નાઈમાં જન્મેલી મીરા માત્ર 5 વર્ષ, 10 મહિના અને 1 દિવસની હતી જ્યારે તેણે ઓગસ્ટ 18ના રોજ પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.