બહેરાશનું એવું મશીન જેનાથી ગીતો સાંભળો, મોબાઇલ પર વાત કરો, ગુજરાતમાં બન્યું છે

PC: Khabarchhe.com

બહેરાશ એ એક મોટી સમસ્યા છે. લાખો લોકો આ બીમારીથી પીડાય છે. ત્યારે આવી સ્થિતિમાં લોકો હિયરિંગ મશીનનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. બજારમાં ઘણા પ્રકારના હિયરિંગ મશીન ઉપલબ્ધ છે, પરંતુ તેમના ફિચર્સ ઉપયોગને મર્યાદિત કરી દે છે. ત્યારે બહેરાશથી પીડાતા લોકોના જીવનને વધુ સરળ બનાવવા માટે હવે નવા અને આધુનિક ફિચર્સ સાથેનું નવું હિયરિંગ મશીન Re - Hearના નામથી બજારમાં ઉપલબ્ધ છે. આ મશીન માત્ર વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને જ વધારતું નથી પણ તેને ફોન સાથે કનેક્ટ કરીને વ્યક્તિ ફોન કોર્નિંગ દરમિયાન વાત પણ કરી શકે છે અને ગીતો પણ સાંભળી શકે છે. આ મશીન દરેકના બજેટમાં પોસાય તેવી કિંમતમાં ફોન કનેક્ટિવિટી તેમજ રિચાજૅબલ અને ફક્ત ફોનની એપથી પ્રોગ્રામ કરી શકાય તેવા હિયરિંગ મશીન લઇને આવી છે ગુજરાતની કંપની, ત્યારે આ સૌ માટે ગૌરવની વાત કહી શકાય.

Re- Hear ને લોન્ચ કરનાર ચેતન પટેલ અને સોફટોન ડાયરેકટર જલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં કુલ વસ્તીના 6% લોકો બહેરાશની બીમારીથી પીડાય છે. આવા લોકોને દર પાંચથી છ વર્ષે નવું હિયરિંગ મશીન લેવું પડે છે અને ઑડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડે છે. હાલમાં બજારમાં વિવિધ કંપનીઓના હિયરિંગ મશીન ઉપલબ્ધ છે, જે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા તો વધારે છે પણ આવી મશીનોના ઉપયોગની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે મશીનની બેટરી ગમે ત્યારે પુરી થઈ જાય છે, મશીન ચાલુ હોય તો વ્યક્તિ ફોન પર વાત કરી શકતી નથી અને સૌથી મોટી વાત એ છે કે બજારમાં એવા પણ બિન ઉપયોગી મશીનો મળે છે કે એમ્પ્લીફાયર પર આધારિત હોય છે એટલે કે તે અવાજને બમણો કરી દે છે. આવી સ્થિતિમાં અવાજની સાથે વ્યક્તિ આસપાસના અવાજો પણ સાંભળે છે જેમ કે બહારના વાહનોના હોર્ન અને બહારથી આવતા અન્ય ઘોંઘાટ અને તેના કારણે વ્યક્તિની શ્રવણ શક્તિને નુકસાન થાય છે. જ્યારે અમારી હિયરિંગ મશીન આવી સમસ્યામાંથી છુટકારો અપાવનારી છે.

RE- Hear હિયરિંગ મશીનથી બધું જ સામાન્ય રીતે સાંભળી શકાય છે. કારણ કે તેમાં એવા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જે સૌથી મોટા અવાજને પણ હ્યુમન વોઇસમાં પરિવર્તિત કરી દે છે. વધુમાં Re - Hearની સૌથી મોટી વિશેષતા એ છે કે અન્ય હિયરીંગ મશીનમાં પ્રોગ્રામ ફીટ કરવા માટે કોમ્પ્યુટરની જરૂર પડે છે, જેના કારણે હિયરિંગ લોસના સમયે વારંવાર ઓડિયોલોજિસ્ટ પાસે દોડવું પડે છે. જ્યારે અમારું હિયરીંગ મશીન કોઈપણ મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, જે વ્યક્તિને ગમે ત્યાંથી મોબાઈલ ફોન દ્વારા પ્રોગ્રામિંગ કરવાની સગવડ આપે છે.

હવે Re - Hear રૂપમાં વ્યાજબી અને પોસાય તેવી કિંમતે આધુનિક ફિચર્સ સાથેનું હિયરિંગ મશીન પસંદ કરવાનો વિકલ્પ આપી રહ્યું છે. કંપનીની હેડ ઓફિસ સોફટોન સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, સુરત, દિલ્હી ગેટ ખાતે આવેલી છે અને કંપનીની સમગ્ર ગુજરાતમાં 35 શાખાઓ છે. કંપની આધુનિક ફીચર્સ સાથેનું આ હિયરિંગ મશીન માત્ર રૂ.19,999/- માં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp