સાર્વજનિક કોલેજમાં એલીવેટર પીચનો કાર્યક્રમ

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના (સ્ટેટ)ના એસ.એસ. આઈ.પી. સેલ અને ઈન્સ્ટિટ્યૂશન ઈનોવેશન કાઉન્સિલ (ITC)ના સંયુક્ત ઉપક્રમે એલીવેટર પીચનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રોફેસરો દિપાલી કાસટ, પ્રણવ લાપસીવાળા, પ્રો.ઉત્પલ પંડ્યા અને પ્રો. અનિકેત ટંડેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત મહેંદી આર્ટિસ્ટ અને બિઝનેસ વુમન નિમિષાબેન પારેખ (સહ સંસ્થાપક મહેંદી કલ્ચર)એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું. એમની જોડે ટાઇના ફાઉન્ડર પ્રમુખ સંજય પંજાબી પણ પ્રવચનમાં જોડાયા હતા.
વિદ્યાર્થીઓને વર્તમાન ટેકનોલોજીની પ્રગતિ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર, પ્રયત્નશીલ અને મહેનતુ બનવા ઉપર નિમિષાબેને ભાર મુક્યો હતો. સમયાંતરે પોતાના વિચારોમાં નવીનતા લાવવા ઉપર અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓને પોતાના સ્કીલ ડેવલપ કરવા અને ધંધાકીય સાહસીકતા માટે માર્ગદર્શન આપ્યું હતું. એમણે ભારતીય સંસ્કૃતિની પૌરાણિક કલા મહેંદીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના આપવામાં પોતાની મહેનત અને સર્જનાત્મક શક્તિ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
નિમિષાબેને પોતાના પ્રવચનમાં નવીનત્તમ યુવા વિચારધારાને આવકારીને વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા બાબતે પણ ભાર મૂક્યો હતો. એમણે નેતૃત્વની કલા (સ્કીલ મેનેજમેન્ટ ) પણ ડેવલપ કરવા યુવાઓને ખાસ અપીલ કરી હતી. પારેખે પોતાના જીવનના સંઘર્ષની ગાથા વર્ણવી સફળતાના સંસ્મરણોને પણ વાગોળ્યા હતા. યુવા વિદ્યાર્થીઓને સાહસીકતા અને સર્જનાત્મક વિચારસરણી કંઈ રીતે કેળવાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. અને આજના સ્પર્ધાત્મક વિશ્વમાં જરૂરી કૌશલ્ય કેળવવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. આ પ્રોગ્રામથી સ્ટેટના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એસ.એસ.આઈ.પી. સેલે મુખ્ય મહેમાન અને વક્તા નિમિષિાબેન પારેખ અને ટાઇના ફાઉન્ડર પ્રમુખ સંજય પંજાબીનું સ્વાગત કરીને માહિતીસભર વક્તવ્ય બદલ આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp