26th January selfie contest

મહિલા સરપંચે દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ભારતના બંધારણનું પુસ્તક આપ્યું

PC: twitter.com

વિંછીયા તાલુકાના દેવધરી ગામના મહિલા સરપંચે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ભારતના બંધારણનું પુસ્તક આપ્યું છે. ગામના મહિલા સરપંચે પોતાની અને તેમની દેરાણીની દીકરીઓને કન્યાદાન આપી ભારતના બંધારણનું મહત્વ સમજાવ્યું હતું. દરેક દીકરીના માં-બાપ તેમની દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં મોંઘીદાટ ગાડીઓ, સોના-ચાંદીના દાગીનાઓ, કિંમતી ચીજવસ્તુઓ, જમીનના દસ્તાવેજો, સરકારી નોકરીઓની ડીગ્રીઓ, અદ્યતન બિલ્ડીગો-મકાનો, રોકડ રકમ વગેરે કિંમતી ચીજવસ્તુઓ આપી આત્મ સંતોષ માનતા હોય છે.

પરંતુ વિંછીયા તાલુકાના દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલે પોતાની દીકરી ચિ.માયાબેન અને તેમના દેરાણી લાભુબેન ગટુરભાઈ ગોહિલની દીકરી ચિ.સરીતાબેન એમ બન્ને દીકરીઓના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં બન્ને દીકરીઓને દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલે ભારતના બંધારણનું પુસ્તક આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

આ તકે ઉપસ્થિત જાનૈયાઓ અને બન્ને દીકરીઓના સગા-વ્હાલાઓએ આ કન્યાદાનની નવતર પહેલને બિરદાવી વિછીયા તાલુકાના દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલને જાનૈયા અને માંડવીયા તરફના તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા સન્માન અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp