પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા રેશ્મા પટેલે કોર્ટ મેરેજ કર્યા, જુઓ તસવીરો

ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રેશ્મા પટેલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી નવા જીવનની શરૂઆત વિશે માહિતી આપી છે. રેશ્મા પટેલે લખ્યું છે કે સૂર્યોદયનો સાથ તો દરેક વ્યક્તિ આપે છે, સાચી ખુશી તો ત્યારે જ મળે છે જ્યારે થાકવા પર સાંજે કોઈ હાથ પકડે. રેશ્મા પટેલે લખ્યું કે મેં મારા જીવન સાથી તરીકે ચિંતન સોજીત્રાને પસંદ કર્યા છે.

રેશ્મા પટેલ પહેલીવાર પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા. તેણીએ પછીથી થોડા સમય માટે ભાજપ અને પછી NCPમાં સ્વિચ કર્યું, પરંતુ હવે આપ ગુજરાતના મહિલા મોરચાના વડા છે.

જૂનાગઢની રજીસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા બાદ રેશ્મા પટેલે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં તે ઘણી ખુશ દેખાઈ રહી છે. તેણે પરિવારના સભ્યો સાથેના ફોટા પણ શેર કર્યા છે.

રેશ્મા પટેલ વિધાનસભા ચૂંટણી પહેલા જ NCP તરફથી ટિકિટ કપાતા AAPમાં જોડાયા હતા. આ પછી તેમણે AAP માટે પ્રચાર કર્યો.

વિધાનસભાની ચૂંટણી બાદ સંગઠનમાં ફેરબદલ થયો અને ત્યારબાદ ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા. આ પછી રેશ્મા પટેલને મહિલા મોરચાની જવાબદારી મળી.

ચિંતન સોજીત્રા એક બિઝનેસમેન છે જેણે રેશ્મા પટેલ સાથે લગ્ન કર્યા છે. તે લેઉવા પાટીદાર છે જ્યારે રેશ્મા પટેલ કડવા પાટીદાર છે. બંનેએ તાજેતરમાં સગાઈ કરી હતી. ત્યારથી બંને એકબીજાના સંપર્કમાં હતા.

રેશ્મા પટેલના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન પાટીદાર આંદોલન પહેલા તૂટી ગયા હતા. તેમને બે બાળકો છે. ચિંતન સાથે રેશ્મા પટેલની પહેલી મુલાકાત એક સામાજિક કાર્યક્રમમાં થઈ હતી.

આ પછી બંને મિત્રો બની ગયા. રેશ્મા અને ચિંતનના પરિવારજનો પણ એકબીજાને ઓળખે છે. ચિંતન સોજીત્રા જૂનાગઢના ગોંડલનો વતની છે. તે ટ્રેડિંગના વ્યવસાયમાં છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.