ઉમરપાડાના 1400 વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તાલીમ આપશે

PC: Khabarchhe.com

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન, હજીરા વચ્ચે કરાર થયા છે. પહલેથી જ ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 સરકારી શાળાના 3100થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજયમાં 122 જેટલી સરકારી શાળાના 18000થી વધુ વિદ્યાર્થીઓ સુધી અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ પહોચે છે.

અદાણી ફાઉન્ડેશન, હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી વચ્ચે આજે એક એમઑયુ ઉપર સહી થઈ હતી. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, તેઓ બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવશે. દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણના અને વિદ્યાર્થીના સ્તરને ઊંચું લઇ જવાનું છે અને આ બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

'ઉત્થાન સહાયક' નામના પૂરક શિક્ષકોના સમર્થનથી, અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ સાથે શીખવાના સ્થળને આનંદદાયક પણ બનાવે છે. સમગ્ર ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં 75 શાળામાં 11,000 વિદ્યાર્થીઓ, દહેજ (ભરુચ)ની 15 શાળામાં 3000 વિદ્યાર્થીઓ અને હજીરા (સુરત)ના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 શાળામાં 3100 વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. હવે આદિવાસી બાળકોને ભણાવતી છેવાડાના ઉમરપાડા તાલુકાની સાત સરકારી શાળાના 1400 વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp