અદાણી ગ્રીન એશિયામાં પ્રથમ રેન્ક, વિશ્વની ટોચ 10 રિન્યુએબલ એનર્જી કંપનીમાં સામેલ

PC: Khabarchhe.com

ભારતની સૌથી મોટી રિન્યુએબલ પાવર ઉત્પાદક અને વૈવિધ્યસભર ઉદ્યોગ સમૂહ અદાણી પોર્ટફોલિઓના રિન્યુએબલ એનર્જીના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ પર્યાવરણના જતન માટે અપનાવેલા શ્રેણીબધ્ધ ઉપાયો માટે ISS ESG. દ્વારા એનર્જી સેક્ટરમાં સમગ્ર એશિઆમાં પ્રથમ રેન્ક આપી અને વૈશ્વિક ટોચની 10 કંપનીઓમાં સમાવેશ કર્યો છે.

અદાણી ગ્રીન એનર્જીને ESGના મજબુત ધોરણોની જાહેર પ્રથા અને પારદર્શિતાની ઉચ્ચ કક્ષાને માન્યતા આપીને ‘પ્રાઇમ’ (B+)બેન્ડમાં સ્થાન આપ્યું છે. આ સિમાચિહ્નનરુપ પ્રશસ્તિ નાણાકીય વર્ષ 2025 સુધીમાં વીજ વપરાશ ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જી લિ.ને વિશ્વની ટોચની 10 ESG કંપનીઓમાં સ્થાન હાંસલ કરવાના તેના લક્ષ તરફ એક કદમ આગળ લઇ જાય છે. નાણાકીય વર્ષ 2023માં સસ્ટેનેલિટીક્સ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિ.ને રિન્યુએબલ સેક્ટરમાં દુનિયાની ટોચની 10 કંપનીમાં રેન્ક આપવામાં આવી છે.

ભારતમાં 8216 મેગાવોટનો સૌથી વિશાળ ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિઓ ધરાવતી અદાણી ગ્રીન એનર્જી લિ.ની કામગીરી ક્લાયમેટ ચેન્જ સામે લડવામાં અને વધુ ટકાઉ એનર્જી સિસ્ટમમાં સંક્રમણને સક્ષમ બનાવવામાં તેના યોગદાન મારફત સ્પષ્ટ પર્યાવરણિય લાભો પુરા પાડે છે. સમર્પિત વ્યવસ્થાપન પધ્ધતિ મારફત સંબંધિત સામાજીક અને પર્યાવરણિય જોખમો ઉપર ધ્યાન આપવામાં આવે છે.

કંપની ESGના સિધ્ધાંતોને મુખ્ય રીતે વળગી રહીને તેના વ્યવસાયના વ્યુહમાં જોડવામાં મજબૂત રીતે માને છે. આ સિધ્ધાંતોનો ઉમેરો સ્થિતિસ્થાપકતાના નિર્માણ સંસ્કૃતિના પરિવર્તનમાં સહાયરુપ થઈ તકોને પધ્ધતિસર પારખીને જોખમોનું વ્યવસ્થાપન કરીને અમારા તમામ હિસ્સેદારોના હિતને સલામતી બક્ષી લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે છે. એક સાફ રિન્યુએબલ એનર્જી પ્લેયર બની રહીને અદાણી ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી પેદા કરી તેને ગ્રીડમાં પહોંચાડીને ભારતના ડીકાર્બનાઇઝેશનના લક્ષ્યમાં યોગદાન અને સમર્થન આપે છે. સસ્ટેનેબલ એનર્જી ફ્યુચરના તેના વિઝનનું નેતૃત્વ કરવાના એક ભાગરુપે કંપની ક્લાયમેટ ચેન્જ,પાણીની અછત અને કુદરતી સંસાધનોના બિનટકાઉ ઉપયોગના ઉકેલ તરફ દોરી જતા પર્યાવરણિય ઉકેલ પુરો પાડવા કટીબધ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે કંપનીમાં ESG ફ્રેમવર્કના ચાર સ્થંભો માર્ગદર્શક સિધ્ધાંતો,નીતિઓ,પ્રતિબધ્ધતા અને ખાતરી કંપનીને યુએનના ગ્લોબલ કોમ્પેક્ટ, યુએન સસ્ટેનેબલ ગોલ્ડ, ઇન્ડીઆ બિઝનેસ અને બાયોડાયવર્સિટી ઇનિશિએટીવ્સ,ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ્સ અને IFCના E&Sના પ્રદર્શનને મદદરુપ થઇ રહ્યા છે. અમારી નીતિઓ આ માર્ગદર્શિકા સાથે સંલગ્ન છે અને આ નીતિઓ ધ્યાને રાખી ESGના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. અમારો હેતુ નાણાકીય વર્ષ 2025 સુધીમાં ઇલેક્ટ્રિક યુટીલિટી સેક્ટરમાં ESG બેન્ચમાર્કીંગમાં વિશ્વની ટોચની 10 કંપનીઓમાં બની રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp