કર્મસત્તા કોઇને પણ છોડતી નથી: આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી

PC: Khabarchhe.com

પ્રમાદને પોષવા માટે માણસ જાણી જોઇને ખોટો રસ્તો અપનાવે છે. પોતે એમ માને છે કે તે આ રીતે અન્ય કોઇને છેતરી રહ્યો છે. પણ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. વાસ્તવમાં તે પોતાની જાતને છેતરી રહ્યો છે. પુણ્યોદય હોય ત્યારે તકલીફ દેખાતી નથી એ સમયે જે-જે વ્યક્તિ આવા નાટકો કરે છે તેને દંડ આપવા કર્મ સત્તા તૈયાર જ છે. કર્મસત્તા કોઇને પણ છોડતી નથી તેમ આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે સુરત ખાતે કહ્યું હતું.

ધર્મ માટે ભોગ આપવો નથી ને ધર્માત્મા બનીને ફરવું છે તે ન ચાલે. ધર્મ માટે ભોગ આપવો જ પડે. પ્રભુની આજ્ઞાનું ચુસ્ત પણે પાલન કરવું જ પડે. એક વખત પ્રભુની આજ્ઞાનું પાલન કરો તો શાસ્ત્રો સિવાય તમારી નજર અન્યત્ર દોડશે જ નહીં. જો આજ્ઞા તોડવાનું શરૂ કરશો તો મોહ મજબૂત થશે. પછી બધું સારું સારું મેળવવાની દિશામાં આગળ વધી એક પછી એક આજ્ઞા તોડતા જ રહેશો. કેટલાક તો એટલા મોહાંધ બની જાય કે સાધનને તજવા પણ તૈયાર થઇ જાય.

આજની ફેશનની દુનિયાના સંદર્ભે આચાર્ય ભગવંતે કહ્યું કે, એક વિદ્વાને ફેશનની સરસ વ્યાખા આપી છે અંગ ઢાંકીને અંગ ખુલ્લુ રાખવાની કળા એટલે ફેશન. જરા ધ્યાન રાખજો મર્યાદા ઢાંકવા માટે કપડાંની જરૂર છે. મર્યાદા ખુલ્લી કરવા માટે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp