2 મહિના બાદ ગુજરાતના આ શહેરમાં કોરોના કેસ નોંધાયો

PC: khabarchhe.com

રાજકોટમાં બે મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી કાળમુખા કોરોનાએ દેખા દીધી છે. શહેરના અમિન માર્ગ પર રહેતો 37 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. તેને વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હતાં. કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હોવા છતાં તેનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લે ગત 21મી ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલી મહિલા કોરોનાથી સંક્રમિત થઇ હતી. જે 28મી ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણ કોરોનામુક્ત થઇ જવા પામી હતી. રાજકોટ શહેર છેલ્લા બે મહિનાથી કોરોનામુક્ત છે. દરમિયાન ગઇકાલે શહેરના અમિન માર્ગ પર એક સોસાયટીમાં રહેતો 37 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયો છે. તેને તાવ અને શરદી-ઉધરસ હોવાના કારણે તેને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. હાલ તે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. તેની તબિયત સારી છે.

બે મહિના બાદ રાજકોટમાં કોરોનાનો કેસ મળી આવતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. જે વિસ્તારમાં કોરોનાનો કેસ મળી આવ્યો હતો ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સામાન્ય તાવ કે શરદી-ઉધરસથી પીડાતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. લાંબા સમય બાદ કોરોનાનો કેસ શહેરમાં નોંધાયો હોય શહેરીજનોને તકેદારી રાખવા માટે પણ અપિલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp