વૃદ્ધાને રીક્ષામાં બેસાડી સોનાની ચેન લૂંટી લેનાર ટોળકી ઝડપી પાડતી અમદાવાદ પોલીસ

PC: khabarchhe.com

અમદાવાદ પોલીસે પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવિર સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-1 નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1, ડો.લવિના સિન્હા સાહેબ નાઓએ માર્ગદર્શન આપેલ હોય તેમજ ગત તા.06/05/2023 ના સવારના કલાક 10/30 વાગ્યેના સુમારે ધાટલોડીયા કે.કે.નગર મુરલીધર ડેરી પાસે પેસેન્જર રીક્ષા લઇ આવેલી ટોળકીએ એક વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી ટોળકીએ વૃદ્ધ મહિલાના ગળામાં રહેલ જીણી આંકડી વાળી સોનાની ચેઇન નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલાનો બનાવ બનેલો હતો.

જેથી આ ચોરીના બનાવ બાબતે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગત તા.06/05/2023 ના રોજ પાર્ટ ‘એ’ ગુ.ર.નં.11191044230149/23 પી. ઇ.પી.કો. કલમ 379,114 મુજબનો ગુન્હો નોંધાયેલો, જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડી દાગીનાની ચોરી કરતી ટોળકીને પકડી પાડવા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1, ડો.લવિના સિન્હા સાહેબ નાઓએ જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલું, જે માર્ગદર્શન તથા જરૂરી સુચના આધારે એલ.સી.બી. ઝોન-1 પો.સબ.ઇન્સ. એચ.એચ.જાડેજા નાઓ સાથેના એલ.સી.બી. ઝોન-1 પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત ચોરીના બનાવ બાબતે બનાવ વાળી જગ્યાના તેમજ રૂટના CCTV ફુટેજ તપાસતા ‘ MY NAME IS લખન ‘ ના લખાણ વાળી ઓટો રીક્ષા લઇ આવી ચોરી કરનાર આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અમદાવાદ શહેર ઝોન-1 કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન એલ.સી.બી. ઝોન-1 પોલીસ સ્ટાફની સંયુક્ત બાતમી હકિકત આધારે ઉપરોક્ત સોનાના ચેઇનની ચોરી કરનાર આરોપી નં.(1) નારાયણ પંડિત તથા નં.(2) નિલમ પંડિતને ચોરી કરતી વખતે ઉપયોગમાં લિધેલી પીળા તથા લિલા કલરની MY NAME IS લખન ના લખાણ વાળી GO-01-TF-4494 નંબરની ઓટો રીક્ષા તથા નજર ચુકવી ચોરી કરેલી સોનાની ચેઇન મળી કુલ્લે કિ.રૂ.2.37.225/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી.

કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ :- પિળા કલરના ધાતુની ચેઇન નંગ-1 કિ.રૂ.77,225/- તથા અંગ ઝડતી માંથી મળી આવેલો મોબાઇલ ફોન નંગ-1 ની મૂલ્લે કિ.રૂ.10,000/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.1,50,000/- મળી કુલ્લે કિ.રૂ.2,37,225/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. ડિટેક્ટ કરવામાં આવેલા ગુન્હાની વિગત :- ઘાટલોડીયા પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં.1119104 4230149 23 ધી. ઇ.પી.કો. કલમ 379,114 મુજબનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp