આપદામાં પણ જાનમાલ હાનિ થનાર અસરગ્રસ્ત ખેડૂતો પશુપાલકોને સહાય ચૂકવાશેઃમંત્રી

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સર્જાઈ શકનારી આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાની વહીવટી તંત્રની સજ્જતાની અંગેની માહિતી પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આજે પત્રકારોને સરકીટ હાઉસ ખાતે આપી હતી.
મંત્રી રાઘવજી પટેલે ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ઓચિંતી આવનારી આ કુદરતી આપત્તિ થકી જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવાની સર્વે સરકારી વિભાગોના અધિકારીઓની જવાબદારી છે,
સરકારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વગેરેને વિડિયો કોન્સફરન્સના માધ્યમથી સતત ગુજરાતની સંભવિત સ્થિતિ માટેના આયોજનની સમીક્ષા કરી રહયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને જ મોકલી દેવામાં આવી રહયા છે. રાજકોટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી સાંસદો, ધારાસભ્યો, કલેકટર દ્વારા કોઇ પણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાની તમામ વ્યવસ્થાઓ થઇ ચૂકી છે. તાઉતે અને કોરોના જેવી આપત્તિઓમાં કામ કરી ચૂકેલા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા પણ સતત અપડેટસ લઇ રહયા છે.
સરકારે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડા અને વરસાદના પદલે જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલહાનિ થાય અને આવું થાય તો આપદામાંથી બચાવવા તથા જનજીવન પુનઃ ધબકતુ કરવા, માલ મિલકત- પશુ ધનની સહાય સત્વરે ચૂકવવા સહિતની વ્યવસ્થાઓ કરાઇ ચૂકી છે. તંત્રની સાથે સાથ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠન પણ સમાંતરે કામ કરી રહયા છે. આવી સ્થિતિમાં લાઇટ પાણી અને ખોરાકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ તંત્ર સાબદુ થયુ છે. ધારાસભ્ય ઉદયભાઈ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટસ તૈયાર થયા છે.
સરકારે જણાવ્યું કે, અગાઉ પણ કમોસમી વરસાદથી 50 કરોડ જેવી સહાય ખેડૂતોને ચૂકવાઇ છે. બિપરજોયની આપદામાં પણ નુકશાનગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને સહાય ચૂકવાશે. હાલમાં જિલ્લામાં બિપરજોયથી જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાઓ વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના છે. તથા જેતપુરના મોટા ભાગના સાડી સહિતના કારખાનાઓમાં પતરાની છત છે, જે વાવાઝોડાથી ઉડીને જાનહાની કરે, તેવી સંભાવના છે. એટલે જેતપુરમાં પણ એન.ડી.આર.એફ.ની ટીમ મોકલી દેવાઇ છે. આ ઉપરાંત રાજકોટના કેટલાક આશ્રયસ્થળો(શેલ્ટર હોમસ)ની પણ મુલાકાત લઇને તેમાં દવા, પાણી, ખોરાક સહિતની પૂરતી સુવિધા છે કે નહી તે સુનિશ્ચિત કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp