સંત સમિતિની બેઠકમાં સૌને હિન્દુ ધર્મના સંસ્કારો આપવા પર ભાર મૂકાયો

PC: khabarchhe.com

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારણીની બેઠક તારીખ 7- 10-2023 રામજી મંદિર નિકોલ મુકામે મળી હતી.જગતગુરુ કેવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્યજી મહારાજ તથા અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જીતેન્દ્રનંદજી મહારાજ સંરક્ષક જગતગુરુ જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ તથા ગુજરાતના અધ્યક્ષ મહામંડલેશ્વર દિલીપદાસ મહારાજ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ વૈષ્ણવ સમ્રાટ મોહનદાસજી મહારાજ બીજા કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્રાનંદ ગીરીજી મહારાજ વરિષ્ઠ ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ તથા મંચસ્થ સંતોએ દીપ પ્રજ્વલન કરીને પ્રદેશની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો.

 

સંસ્કૃત પાઠશાળાના બાળકોએ મંગલાચરણ કર્યું હતું. રામજી મંદિર નિકોલના મહંત મહામંડલેશ્વર રોકડિયા બાપુએ સ્વાગત પ્રવચન કર્યું અને ત્યારબાદ તેમના દ્વારા મંચસ્થ વરિષ્ઠ સંતોને ફુલહાર અર્પણ કરીને એમનું સ્વાગત કરવામાં આવ્યું પ્રદેશના મહામંત્રી રામચંદ્રદાસ મહારાજ એમણે પ્રાસંગિક ઉદબોધન કર્યું સૌને આવકાર્યા હતા. 

 

વૈષ્ણવ સમ્રાટ મોહનદાસ મહારાજે તથા રાજેન્દ્રનંદગીરી મહારાજે પણ અખિલ ભારતીય સંત સમિતિના સંગઠનના વ્યાપ અને વિસ્તાર માટે ઉદબોધન કર્યું રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જીતેન્દ્રનંદ મહારાજે અખિલ ભારતીય સંત સમિતિના સંગઠનની પૂર્વભૂમિકા અને લક્ષ અંગે વિસ્તૃત માર્ગદર્શન કર્યું વારાણસી ખાતે મળનાર બે ત્રણ ચાર પાંચ નવેમ્બર સંસ્કૃતિ સંસદ માં સૌ સંતોને પધારવા માટેનું નિમંત્રણ પણ આપ્યું હતું. પ્રદેશ સંગઠન મંત્રી અને હિંદુ ધર્મ સેનાના સંયોજક લઘુમહંત માનસરોવર બાપુએ હિન્દુ ધર્મ સેના અંગે અને ધર્મ સમાજના પ્રમુખ ગુજરાતના વિમલભાઈ ઉપાધ્યાયે ધર્મ સમાજના કાર્ય અંગેની સમજણ આપી એમના કાર્યનું નિવેદન પ્રસ્તુત કર્યું.

 

સૌરાષ્ટ્રથી આવેલા મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ મહારાજ તોરણીયા નકળંગ ધામ નું સ્વાગત કરવામાં આવ્યું અને સૌરાષ્ટ્રના પ્રમુખ રમજુ બાપુ એ પણ પ્રસંગ અનુસાર ઉદબોધન કર્યું .નર્મદા નદીના પૂરના કારણે નર્મદા કિનારાના ક્ષતિગ્રસ્ત થયેલ મઠ મંદિર નુકસાન થયેલ મઠ મંદિર અને ધાર્મિક સંસ્થાઓના થયેલા નુકસાન અંગે સરકારશ્રી દ્વારા યોગ્ય સર્વે કરાવીને આર્થિક સહયોગ કરવા અનુરોધ કર્યો .અખિલ ભારતીય સંત સમિતિની સદસ્યતા અને હિન્દુ ધર્મ સેનાના ની પણ સદસ્યતા નોંધીને આ સંગઠનને ગ્રામ સ્તર સુધી વિસ્તરવા માટે તમામ સંપ્રદાયના સંતોને જોડવા માટેનો અનુરોધ કર્યો.

 

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે સૌને હિન્દુ ધર્મના સંસ્કારો આપવા પર ભાર મૂક્યો પરિવારમાં ઉત્સવોની ઉજવણી થાય દેવપૂજા થાય અતિથિ પૂજા થાય સવાર સાંજ દીવો અગરબત્તી થાય તહેવારોની ઉજવણી ઘરમાં થાય અને આ એક હિન્દુ ઘર એક આદર્શ હિંદુ પરિવાર બને એ માટેનો આગ્રહ કર્યો અને સૌ સંતોને જણાવ્યું કે અખિલ ભારતીય સંત સમિતિ એ સંતો દ્વારા સંચાલિત છે સંતોની આ સમિતિ છે એટલે આપણે સૌએ એકબીજાને માન સન્માન આપીને સૌને સાથે રાખીને સંગઠનનો વિસ્તાર કરવા અનુરોધ કર્યો.

 

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના સંયોજક અરવિંદભાઈએ મંચ સંચાલન કર્યું હતું. વિશેષ ધ્યાન આપ્યું અંતે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય સંત યોગેશદાસ મહારાજે આભાર વિધિ કરી. ઋણ સ્વીકાર તરીકે મહામંડલેશ્વર રોકડિયા બાપુનું સંરક્ષક જગતગુરુ જ્ઞાનદેવાચાર્યજી મહારાજના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

 

આ બેઠક માં ઉપસ્થિત ગુરુમૈયા ડૉ હરેશ્વરીદેવી મેડીટેશન આશ્રમ ચાપડના સંસ્થાપક તથા વિદુષી કથાકાર વિદ્વાન ગીતા દીદી તથા ડાંગથી પધારેલ કથાકાર સાધવી યશોદા દીદીજીનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને અનેક નવા કાર્યકર્તાઓને સંગઠનની જવાબદારીની ઘોષણા સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp