રાજકોટમાં દારૂબંધી નામની, લગ્નમાં દારૂ પીરસાયો, બીજી બાજુ PSI પણ દારૂના નશામાં

PC: twitter.com

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા લથડતી હોય તેવી ઘટનાઓ આજે સામે આવી છે જેમાં ક્યાંક તો ખાખીનો ખોફ જ આવારા તત્વોમાં ઉતરી ગયો હોય, લગ્ન પ્રસંગમાં દારૂની મહેફિલ માણતા લોકો અને PSIએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી હાલતમાં જોવા મળ્યા હતા.

રાજકોટના લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તિરંગા ફિલ્મના ગીત પીલે પીલે ઓ મરરાજા ગીતની કડી પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવું પણ કેદ થયું છે. વાયરલ વીડિયોમાં ગુનાહિત કૃત્યોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો સખ્સ તાજેતરમાં ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા છે.

રાજકોટના પોલીસ કમિશ્નર કચેરી ખાતેના પ્રવેશ દ્વાર પર ફરજ બજાવતા PSIએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી આશંકા વચ્ચે લથડીયા ખાતા PSIએ મીડિયા સાથે ગેરવર્તણુક કરી હતી. જે બાદ PSIએ કોઈ કેફી પ્રવાહીનું સેવન કર્યું છે કે? તે અંગે પૂછપરછ માટે તેમને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. દરમિયાન મીડિયાકર્મીઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકની કચરા ટોપલીમાં પણ દારૂની ખાલી બોટલો ધ્યાને આવતા ખળભળાટ મચવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp