આગામી દિવસોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી

PC: khabarchhe.com

એક સાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 3-4 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સંભવાના છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જૂન બાદ જુલાઈમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે પરંતુ, ત્યાર બાદ 7થી 15 જુલાઈ દરમિયાન વરસાદમાં વધારો થશે. તેમણે કહ્યું કે, 11 અને 12 જુલાઈએ દરિયાકાંઠે પવન ફૂંકાશે જ્યારે 18થી 20 જુલાઈએ વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જણાવી દઈએ કે, હાલ સૌરાષ્ટ્રમાં જળબબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત, તાપી નદી પણ બે કાંઠે વહી શકે છે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઊભું થવાની શક્યતાઓ છે.

એક સાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp