અંબાલાલ પટેલની આગાહી, ઓગસ્ટ મહિનામાં ગુજરાત પર મોટું સંકટ આવી શકે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના લોકો મોટા ચિંતા ઉભી કરે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્ય પર મોટું સંકટ આવી શકે છે. તેમનું કહેવું છે કે બંગાળના ઉપસાગરમાં એક નહીં પણ બબ્બે સિસ્ટમ સક્રીય બની છે, જેને લીધે ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુલાઇ મહિનામાં મોટાભાગનો વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે. હવે ઓગસ્ટ મહિનો પણ ચોમાસા માટે મહત્ત્વનો સાબિત થશે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપ સાગરમાં બે સિસ્ટમ સક્રીય થઇ છે, જે રાજ્યમાં ભારે વરસાદ વાલી શકે છે. તેમનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખે ભારે પવન ફુંકાશે અને 8મી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે, 8 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દેમાર વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાને કારણે સાબરમતી, નર્મદા, તાપી સહિતની નદીઓમાં પાણીનો મોટા પાયે વધારો થશે.
પટેલે કહ્યું કે 12 અને 13 ઓગસ્ટ અને એ પછી 16 અને 17 ઓગસ્ટ આ દિવસોમાં પણ મેઘરાજાની ઝંઝાવાતી બેટીંગ જોવા મળી શકે છે. 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તે પાક માટે સારો માનવામાં આવે છે.
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૭ ઓગસ્ટ 2023 થી થશે અને 30 ઓગસ્ટ 2023 સુધી રહેશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું રહેશે.. સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારને બપોરે ૦૧ વાગીને ૩૩ મિનિટે થશે. પરંપરા મુજબ મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનાની 8 તારીખ ભારે માનવામાં આવે છે.8 ઓગસ્ટે ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઇ શકે છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. ટુંકમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળી નાંખશે. જો કે, બીજી તરફ સારી વાત છે કે ખેડુતો માટે વરસાદ આર્શીવાદ રૂપ બની શકે છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતના લોકોએ ઓગસ્ટ મહિનામાં ખાસ સાવચેતી રાખવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp