
રાજકોટમાં ભરવાડ સમાજ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ જૂના નિયમો કે જે આજના યુગમાં સમાજના જ કેટલાક લોકોને પોસાઈ તેમ ન હોવાથી તેમને દૂર કરી નવી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, સમાજે જૂના રિવાજો કે જેના કારણે વધુ અને ખોટો ખર્ચ થતો હોય તેને તિલાંજલિ આપવામાં આવી રહી છે. ભરવાડ સમાજના આગેવાનોએ સમાજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ભરવાડ સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી પહેરામણીનો રિવાજ ચાલી રહ્યો છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે રિવાજ મુજબ મોટા પ્રમાણમાં રોકડની પહેરામણી કરવામાં આવતી હોય છે તેમ જ સોના-ચાંદીના દાગીના પણ આપવામાં આવતા હોય છે. જો કે બદલાતા સમય સાથે હવે પરિસ્થિતિ પણ બદલાઈ છે. આજના આધુનિક યુગ અને મોંઘવારીના સમયમાં જૂની પરંપરા ખૂબ જ મુશ્કેલી સર્જી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, ભરવાડ સમાજ દ્વારા હવે આગામી સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન સામૂહિક પહેરામણી બંધ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ભરવાડ સમાજસેવા સમિતિની અનોખી પહેલ હેઠળ રોકડની લેતી દેતી પણ બંધ કરવામાં આવી શકે છે. સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં 10 તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, આ માટે રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સમાજની બેઠકોનો દોર શરૂ થયો છે. આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp