ગુજરાતના આ જિલ્લામાં વધુ એક ભાજપના નેતાનું રાજીનામું

PC: twitter.com

ડાંગ જિલ્લામાં આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે તેના કારણે રાજીનામાં એક પછી એક જોવા મળી રહ્યા છે. બે દિવસમાં આજે ત્રીજું રાજીનામું પડ્યું છે. લઘુ મોરચાના મહામંત્રી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અગાઉ બે હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે આ મામલે અનેક તર્ક વિતર્ક પણ સામે આવી રહ્યા છે. આંતરીક વિવાદમાં વધુ રાજીનામાં પડે તો નવાઈ નહીં.

સીઆર પાટીલના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં જ આ રાજીનામાં સામે આવી રહ્યા છે. આ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર અને આ પહેલા આહવા મંડળના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું ત્યારે હવે લઘુમંત્રી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું આપ્યું છે. જેથી આગામી દિવસોમાં કોઈ વધુ રાજીનામું પડે તો નવાઈ નહીં.

અગાઉ ભાજપના જિલ્લા પ્રમુખના રાજીનામાના પગલે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ વિધાનસભા બેઠક છે. તેના પર ભાજપનું નિયંત્રણ છે. ડાંગ જિલ્લો વલસાડ લોકસભા હેઠળ આવે છે.

આમ આદમી પાર્ટી પણ આ આદિવાસી જિલ્લામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે આ જિલ્લામાં રાજીનામાં એક પછી એક પડતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે, લોકસભાને લઈને સીઆર પાટીલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવામાં આ રાજીનામાંથી રાજકાર ગરમાયું છે. પક્ષ સંગઠનમાં આંતરિક ખેંચતાણ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp