આ વખતે કાળજાળ ગરમી માટે તૈયાર રહેજો, રેકોર્ડ બ્રેક ગરમીની આગાહી

PC: khabarchhe.com

અત્યારે ગરમીનો પારો અમદાવાદ સહીત વિવિધ શહેરોમાં 35 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. આ તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. જે રીતે આ વખતે ઠંડી જોવા મળી હતી તેવી જ રીતે આ વખતે ગરમી પણ રેકોર્ડ બ્રેક પડે તેવી શક્યતાઓ છે. અતિશય ગરમીનો સામનો લોકોને કરવો પડશે. શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ઉનાળાની સિઝનનો અહેસાસ પણ અત્યારે થઈ રહ્યો છે. કેમ કે, ડબલ ઋતુનો અહેસાસ અત્યારથી જ થઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના લીધે વાતાવરણમાં મોટો બદલાવ સતત જોવા મળી રહ્યો છે ત્યારે ઉનાળામાં અસહ્ય ગરમીનો અહેસાસ લોકોને થશે.

હિમાલય, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ક્લાઈમેટ ચેન્જના લીધે થઈ છે ત્યારે ગરમીમાં પણ વાતાવરણમાં જોવા મળતા બદલાવાના કારણે આ અસર જોવા મળશે. રાજ્યના મોટાભાગના શહોરો અને જિલ્લાઓમાં વઘુત્તમ અને મહત્તમ તાપમાનનો અત્યારથી જ વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વલસાડમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 35 ડિગ્રી નોંધાઈ છે. આજે વાદળીયું વાતવરણ જોવા મળી શકે છે. ગરમ પવનોની અસરથી અમદાવાદ સહીત 7 શહેરોમાં ગરમીનો પારો જોવા મળી રહ્યો છે. શનિવાર અને સોમવારે વાદળીયું વાતાવરણ જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp