ભાજપ સરકારે ટોલ ટેક્સ પેટે વર્ષ 2022માં 50855 કરોડની રકમ વસુલ કરી: કોંગ્રેસ

PC: thechabuk.com

નેશનલ હાઈવે ઓર્થોરીટીના હાઈવે પર આવેલ વિવિધ ટોલ નાકા ઉપર ટોલ ટેક્સમાં વધારાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સવારી હવે વધુ મોઘી થઈ છે. વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ફીમાં ઝીંકવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ટોલ ટેક્ષમાં ભાવ વધારાને લઈને ભાજપ સરકારની વધુ એક લુંટ નીતિ ઉપર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નેશનલ હાઈવે ઓર્થોરીટીના હાઈવે પર 816 ટોલ ટેક્સ ઉઘરાવવાના બુથ છે તે પૈકી ગુજરાતમાં 49 ટોલ નાકા ઉપર આ ભાવ વધારાની સીધી અસર થશે. કેન્દ્રની ભાજપ સરકારે 2021માં ટોલ ટેક્સ પેટે 34778 કરોડ જેટલી જંગી રકમ વસુલી હતી. જ્યારે વર્ષ 2022માં 50855 કરોડ જેટલી અતિજંગી રકમ વસુલાત કરી હતી. એક તરફ બેફામ મોંઘવારી, આવકના ઘટતા જતા સ્ત્રોતો અને આર્થિક સંકળામણથી પારાવાર હાલાકી ભોગવી રહેલા દેશના નાગરિકો અને ગુજરાતના નાગરિકો કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ થતું જાય છે. ખાલી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્ષમાં 10 થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાના પહેલા આપણે ચુકવતા તેમાં 15થી 20 રૂપિયાનો વધારો થશે. એટલે કે સિંગલ ટોલ છે તે 135 રૂપિયા થશે અને રિટર્નના 200 રૂપિયા થઈ જશે.

અમદાવાદથી નડીયાદની સીંગલ ટ્રીપ માટે 65 અને રીટર્ન ટ્રીપના 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ 85 અને રીટર્ન ટ્રીપ 125 થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘુ થશે વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 ટકાનો વધારો કરાયો. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા નથી ત્યાં જ સામાન્ય પ્રજા ઉપર મોંઘવારીના બીજા માર લાગી જાય છે. અન્ય વાહનો માટે પણ મોંઘવારીનો માર અંતે તો સામાન્ય જનતા પર આવવાનો છે. આ એક માત્ર નેશનલ હાઈવેના ટોલ ટેક્ષની વાત કરુ છું પણ દેશની અંદરના તમામ નેશનલ હાઈવે પરના જે ટોલ પર જે ટેક્ષ વસૂલાત છે. એમાં 10 થી 15 ટકાનો વધારો 1લી એપ્રિલથી અમલ થઈ જશે.

1લી એપ્રિલથી વિવિધ પ્રકારના ભાવ વધારા ઝીંકવામાં આવી રહ્યાં છે ત્યારે કેન્દ્રમાં આવેલી સરકારે દેશની જનતાને વાયદો કર્યો હતો કે, અચ્છે દિનનો, ત્યારે આપણે ખબર પડે છે કે, આ અચ્છે દિનની વાસ્તવિકની વાત ચૂંટણી સભામાં જ અચ્છે દિન હતા જે વ્યાખ્યા અલગ હતી. તેમજ હકિકતમાં અચ્છે દિન એટલે કે દરેક ચીજ વસ્તુમાં મોંઘવારી એ પછી તમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તમે જ્યાં જશો જ્યાં પરિવહન કરશો ત્યાં ટોલ આવશે. ટોલ પર ટેક્ષ ભરવો બેન્કિંગ ક્ષેત્રમાં પણ ટેક્ષ વધારો આમ સમગ્ર નજરે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે. આ છે ભાજપ સરકારની લૂંટ નીતિ...! પેટ્રોલ - ડીઝલના આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ફ્રુડ ઓઈલના ભાવ ઘટે તો તેનો ભાવ ઘટાડાનો લાભ દેશની જનતા અને ગુજરાતને મળતો નથી. ત્યારે ટોલ ટેક્ષમાં ભાવ વધારો પરત ખેંચવો જોઈએ અને નાગરિકોને રાહત આપવી જોઈએ. તો જ પરિવહન સસ્તું થશે. તો લોકોને મોંઘવારીના મારમાંથી રાહત મળશે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp