સુરતમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, 172 ટીમો, 5 દિવસ ચાલશે

PC: Khabarchhe.com

સુરત ખાતે આવેલી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી 5 કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી 5 કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી.સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યોએ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp