રામનવમીએ ભાવનગરના બ્રેઇનડેડ સુનિલના અંગદાનથી અનેકને નવજીવન મળ્યું

રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા પુત્રના લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી,તા.ઉમરાળા જિ. ભાવનગર) 30 વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા.27મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન આજ તા.30મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી.

પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટે ખુશીથી આગળ વધો. સ્વજનના અંગોના કારણે અન્યને જીવનદાન મળશે.

દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર નિર્ણય કરનાર આ પરિવારની સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે 20મું સફળ અંગદાન થયું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.