26th January selfie contest

ઓલપાડથી વીરપુર જવા માટે દર પૂનમે બસ રવાના થશે: મંત્રી

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઓલપાડ ડેપોને ફાળવવામા આવેલી નવી 6 મિની બસોને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 6 મિની બસો દૈનિક 102 ગામોની 85 ટ્રીપ કરી 2,312 કિમીનું અંતર કાપશે.

મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસની સાથોસાથ પરિવહન સુવિધાને પણ તેજ ગતિ મળી છે. રાજ્યના પ્રવાસીઓને એસ.ટી.નિગમની શ્રેષ્ઠ પરિવહન સુવિધા પૂરી પાડવાનો સરકારનો અભિગમ છે. ઓલપાડમાં દૈનિક ધોરણે 19 હજાર કિમીનું અંતર કાપીને મુસાફરોને ગંતવ્યસ્થાને પહોંચાડે છે. ઓલપાડના છેવાડાના ગામોમાં જાહેર પરિવહન સુવિધા વધે એ માટે 6 મિની બસો ઉપયોગી સાબિત થશે. ઓલપાડ તાલુકાના નાગરિકોને દર પૂનમે જલારામ મંદિર, વીરપુર જવા માટે અનુભવાતી સમસ્યાનું નિવારણ આવ્યું છે. હવે ઓલપાડથી વીરપુર જવા માટે દર પૂનમે બસ રવાના થશે, જેનું ઓલપાડ ડેપોએ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીએ જનતાની સુવિધા વધારતી બસોને જનતાએ જ સહિયારા પ્રયાસોથી સ્વચ્છ રાખવા ટકોર કરી હતી. ઓલપાડ ડેપોની જરૂરિયાત વધશે તો આગામી સમયમાં વધુ બસો ફાળવાશે એમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp