કૃષ્ણપુરા નજીક કૂતરાને બચાવવા જતા કાર પલટી, મહિલાનું મોત

PC: twitter.com

અરવલ્લી જિલ્લાના માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એક કાર પલટી જવાની ઘટના સામે આવી છે. કૂતરા રસ્તાની વચ્ચે આવી જતા બ્રેક મારતા કાર પલટી મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકો સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

માલપુરના કૃષ્ણાપુર પાસે મુંબઈનો એક પરિવાર નાથદ્વારા દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે માલપુરના કૃષ્ણાપુર પાટિયા પાસે કૂતરું વચ્ચે આવી જતા કૂતરાને બચાવવા માટે કાર ચાલકે બ્રેક મારી હતી. ત્યારે કાર એકાએક પલટી ગઈ હતી. કારમાં સવાર 5 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. 108 દ્વારા તમામને સારવાર અર્થે માલપુર સીએચસી ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજા પામેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ચાર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ માલપુર પોલીસને થતા માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી ત્યારે ફરીથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp