વિપક્ષ જે રીતે ચર્ચા કરવા ફરજ પાડે છે તે સ્હેજ પણ વ્યાજબી નથીઃ સીએમ
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંસદીય લોકશાહીની પ્રણાલિને જાળવી રાખીને ગૃહની કામગીરી ચલાવવી આપણા સૌની જવાબદારી છે. વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષે ચર્ચા માટે ઉઠાવેલા મૂદ્દા સંદર્ભમાં મુખ્યમંત્રીએ દરમ્યાન થતાં કહ્યું કે, રાજ્યમાં કોઇપણ ઘટના બને તો તેના માટેની ચર્ચા ખુલ્લા મને કરવા તેમની સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને ખુલ્લું રહેશે. ગૃહની કાર્યવાહી નિયમાનુસાર ચાલતી હોય ત્યારે વિપક્ષના સભ્યો જે રીતે મુદ્દો ઉઠાવીને ચર્ચા કરવા ફરજ પાડી રહ્યા છે તે સ્હેજ પણ વ્યાજબી નથી. એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકો હોય કે યુવાઓ સૌનું હિત જ આ સરકાર ઇચ્છે છે અને સરકારે એમાં કાંઇ છૂપાવવાનું નથી. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, પેપર લીકની ઘટના બની એ સંદર્ભમાં પણ સરકાર કડકમાં કડક પગલાં લઇ શકાય તે માટેની કાયદાકીય જોગવાઇઓ કરતું વિધેયક ગૃહમાં લાવી છે. એટલું જ નહિ, એમાં પણ સૌ સભ્યોએ ચર્ચાઓ કરીને આ વિધેયક પસાર કર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, યુવાનોને કોઇપણ પ્રકારે નુકશાન ન થાય એ માટે સરકાર પ્રોએક્ટીવ થઇને કામગીરી કરી રહી છે. કાયદાકીય રીતે ગેરવ્યાજબી પ્રવૃત્તિ રોકવાની પૂરતી તાકાત સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. સરકારે આવી પ્રવૃત્તિઓને સાંખી નથી અને સાંખી લેવાની પણ નથી. મુખ્યમંત્રીએ વિપક્ષ દ્વારા વિધાનગૃહમાં આયોજનબદ્ધ રીતે વિરોધ કરીને ગૃહની કામગીરી ખોરંભે પાડવાના પ્રયાસની પણ આલોચના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp