26th January selfie contest

આ સમાજને CM પટેલની ઓફર, તમારે શૈક્ષણિક હોસ્ટેલ બનાવવી હોય તો સરકાર જમીન આપશે

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સેવા સમાજ સમિતિ દ્વારા આયોજીત 29માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ 238 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. CMએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સારા ઉદ્દેશ સાથે આગળ વધતો હોય તો સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને સરકારની નીતિ અનુસાર આહિર સમાજ સુરતમાં શૈક્ષણિક છાત્રાલયનું નિર્માણ કરવા ઈચ્છતો હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન આપવા માટેની તત્પરતા CM દર્શાવી હતી. સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આહીર સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજના અગ્રણીઓએ વર્ષોથી સમુહલગ્નોત્સવનું આયોજન કરી રહ્યો છે જે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં આહિર સમાજના ડોકટરોએ સેવાપરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને યાદ કરી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

સમૂહલગ્નની સાથે સેવાકીય પ્રવૃતિમાં સમારોહ સ્થળે ‘રક્તદાન કેમ્પ, અંગદાન મહાદાન’ જાગૃતિ અભિયાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર 238 નવયુગલોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા તથા પ્રધાનમંત્રી જીવનજયોતિ યોજના હેઠળ રૂ.4 લાખના કવચની ભેટ આપવામાં આવી હતી. જેનું સંપુર્ણ પ્રિમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે. રાજ્ય સરકારની સાત ફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દરેક દીકરીઓને રૂ.24,000ની સહાયનો પણ લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp