જીભની સારવારમાં મહિલાનું મોત, શાંતેશ્વર હોસ્પિટલના ડો. દલાલને 2.5 લાખનો દંડ

PC: kashishnews.com

મહિલાને થયેલ જીભની સારવારમાં બેદરકારી દર્શાવનાર બિલ્લીમોરા- નવસારીની શાંતેશ્વર હોસ્પિટલ અને તેના ENT સર્જન ડો. રાજન દલાલને કસુરવાર ઠેરાવી અવસાન પામેલ મહિલા દર્દીના પતિને રૂ 2.5 લાખ નું વળતર 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો આદેશ નવસારી જિલ્લા ગ્રાહક તકરાર કમિશનના પ્રમુખશ્રી કે,જે, દસોંદી અને સભ્યશ્રી જે.એમ. મેવાવાલાએ કરેલ છે.

ફુલચંદભાઇ પુન્નુભાઈ વિશ્વકર્માએ એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇ મારફત બિલિમોરા-નવસારી શાંતેશ્વર હોસ્પિટલ તેમજ ડો. રાજન દલાલ ENT સર્જન વિરુધ્ધ નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ કરેલ ફરિયાદની સંક્ષિપ્ત હકીકત એવી છે કે, પરચુરણ સુથારી કામ કરતા ફરિયાદી ફુલચંદ વિશ્વકર્માના પત્ની પાર્વતીબેનને મોઢામાં જીભની જમણી બાજુ અલ્સર(ચાંદી) પડેલ. જેની સારવાર માટે તેઓએ શાંતેશ્વર હોસ્પિટલના ડો. રાજન દલાલ (ENT) ને કન્સલ્ટ કરેલા. ડોક્ટરે સામાન્ય અલ્સર હોવાનું અનુમાન આપેલું. પાર્વતીબેનને ડોક્ટરે પ્રિસ્કાઇબ કરેલ દવા 15 દિવસ લીધેલ અને મલમ પણ લગાડેલ. પરંતુ, કોઇ ફેર પડેલ નહી.

જેથી તેઓ ફરિયાદી ડોકટરને બતાવવા ગયેલ તે સમયે ડોક્ટર બીજી દવા લખી આપેલ અને સારુ થઇ જશે એવું આશ્વાસન આપેલ. પરંતુ તેનાથી પણ પાર્વતીબેનને ફેર પડેલ નહીં. આમ, પાર્વતીબેન 2021થી સપ્ટેમ્બર-2021 સુધી ડોક્ટરને વારંવાર નિયમિત બતાવવા ગયેલ અને દર વખતે ડોક્ટર મલમ અને દવા લખી આપતા. પરંતુ તેનાથી પાર્વતીબેનની સ્થિતિ સુધરવાને જગ્યાએ બગડતી જતી હતી. આ રીતે લગભગ 6 મહિના વેડફયા બાદ ડોકટ૨એ પાર્વતીબેનની જીભના ટીસ્યુ લઇ તેનો બાયોપ્સી રીપોર્ટ કરાવડાવેલ.

જેમાં, Findings are suggestive of Sauamous, Cell Carsinoma, Grade II હોવાનું જણાવેલું. રીપોર્ટ જોયા બાદ સામાવાળા ડોક્ટરનું વર્તન બદલાઇ ગયેલ અને ફરિયાદી અને તેમના પત્ની સાથે વાત કે કોઇ ચર્ચા કરેલ નહિ અને સલાહ આપેલ નહિ. ફરિયાદીની વિનંતી પછી સામાવાળાના નર્સે વલસાડના એક ડોક્ટરના રેફરન્સ લેટર લખી આપેલ અને ત્યાં જવા જણાવેલ. પરતું ફરિયાદી કે તેમના પત્નીને સારા ડોક્ટર પર ભરોસો રહયો ન હતો જેથી તેઓ વલસાડના કોઇ પાસે જવાને બદલે સુરતમાં ભરત કેન્સર હોસ્પિટલમાં ગયેલા.

જયા પાર્વતીબેનના જરૂરી ટેસ્ટ કરવામાં આવેલ અને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવેલા. સર્જરી કરી કેન્સરગ્રસ્ત ભાગ કાઢવામાં આવેલ. ભરત કેન્સર હોસ્પિટલના તબીબે પાર્વતીબેનની ડાબી બાજુ અને ગળાના ભાગના ઈસ્યું લઇ ને બાયોપ્સી કરાવેલ હતી જેના રીપોર્ટમાં કેન્સર વધુ પ્રસરેલ હોવાનું જણાયું હતુ.પાર્વતીબેને 21/11/2021 થી 28/11/2021ના રોજ કેમોથેરાપીની સારવાર આપવામાં આવેલ. પાવંતીબેનનું અવસાન થયેલુ. જેવી ફરિયાદીએ નવસારી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી પત્નીની સારવારમાં સામાવાળા ડોક્ટરની સેવામાં ગંભીર બેદ૨કારી થઇ હોવાનું જણાવી વળતર અપાવવા માટે દાદ માંગેલ હતી.

ફરિયાદી તરફે એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઇને દલીલો કરવા જણાવેલ હતું. કે સામાવાળા ડૉ. રાજન દલાલએ ફરિયાદીના પત્નીને Non- Healing અલ્સર હતું તે જાણવા છતા Medical Standard Practice મુજબ સમયસર બાયોપ્સી કરાવેલ નહિ. જેવી ફરિયાદીના પત્નીને કેન્સર આખા ભાગ શરીરમાં પ્રસરી ગયેલ. સામાવાળા ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીની કેન્સરની ટીટ્રમેન્ટની શરૂઆતના 6 માસનો અમુલ્ય સમય વેડફાઇ ગયેલ જેના કારણે દર્દીને ખુબ જ ટુંકા સમયમાં જાન ગુમાવવાનો વારો આવ્યો.

નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ કે.જે. દસોંદી અને સભ્ય જે.કે. મેવાવાલાએ ફરિયાદીની ફરિયાદ મંજુર રાખી મૃતક પાર્વતીબેનના પતિ ફરિયાદીને રૂા. 2.5 લાખ નું વળતર વાર્ષિક 9% વ્યાજ સહિત તેમજ કાનુની કાર્યવાહીના ખર્ચ રૂા. 10,000 સહિત ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp