છૂટાછેડા વગર બીજા લગ્ન કરનાર પત્નીને કોર્ટની ફટકાર

PC: businesstoday.in

માઇકલ ડિસોઝા કે જેઓ સુરત મુકામે રહેતા હતા તેમના લગ્ન એન્ના ડિસોઝા થયા હતા. પતિ દ્રારા ફરીયાદી પત્નીને લગ્ન કરીને સુરત મુકામે લગ્નજીવન વિતાવવા લાગેલા અને પતિ દ્રારા તમામ ફરજો અને જવાબદારીઓ અદા કરતા આવેલા અને ફરીયાદી પત્નીને હરવા ફરવા લઇ જતા અને પતિ અને સાસરી પક્ષના ફરીયાદી પત્નીને ખુશ રાખતા આવેલા. ફરીયાદી પત્ની પોતાની મનમરજી મુજબનું વર્તન કરતા આવેલા, ફરીયાદી તેમના માતા સાથે ફોન ઉપર વાત કરતા અને ત્યારબાદ ફરીયાદીનું વર્તન અચાનક બદલાઇ જતુ અને ઘરમાં કજીયો કંકાસ કરતા આવેલા છતાં સાસરી પક્ષનાઓ ફરીયાદીને સારી રીતે રાખતા આવેલા.

પોલીસ સ્ટેશનમાં ખોટા ખોટા આક્ષેપો કરી રૂપિયા 20 લાખના દહેજની ફરીયાદ કરેલી અને ત્યારબાદ ફરીયાદી પોતાના પિયરે જતા રહેલા. ફરીયાદી પિયરમાં ગયા બાદ બીજા લગ્ન પણ કરી દિધેલા અને તેની જાણ પણ સાસરી પક્ષનાઓને ફરીયાદીના ફેસબુક એકાઉન્ટમાં લગ્નનો ફોટો અપલોડ કરેલો. કોર્ટમાં ચાર્જશીટ થતા આરોપીઓ હાજર થયેલા. આરોપી સાસરી પક્ષનાઓ તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને સંદિપ આર. પટેલ હાજર થયેલા. જેઓએ સાસરી પક્ષનાઓનો બચાવ લીધેલો. જે કેસ ચાલી જતા કોર્ટના રેકર્ડ ઉપર ફરીયાદીએ નિવેદનો સિવાય કોઇ પુરાવો રજુ કરેલો નથી તે બાબત રેકર્ડ ઉપર આવેલ, ફરીયાદીએ બીજા લગ્ન કરી દિધેલા તે હકીક્ત રેકર્ડ ઉપર આવેલા, કોર્ટે સાસરી પક્ષનાઓને નિદોર્ષ છોડી મુક્વાનો હુકમ કરેલો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp