ગુજરાતના ડે.સરપંચની હત્યાના સાક્ષી દલિત યુવકની હત્યા, MLA મેવાણીએ જુઓ શું કહ્યું

PC: twitter.com

ગુજરાતના બોટાદ જિલ્લામાં 4 વર્ષ પહેલાં એક વ્યકિતની હત્યા સાથે જોડાયેલા કેસમાં સાક્ષી રહેલા 46 વર્ષના વ્યકિતની પણ હત્યા કરી દેવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓના સગાસંબંધીઓએ મુખ્ય સાક્ષીની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું છે કે કથિત 3 હુમલખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બાગડ ગામ પાસે 6 સપ્ટેમ્બરના દિવસે હથિયરધારી 7 માણસોએ અનુસૂચિત જાતિના રાજેશ મકવાણા પર હુમલો કર્યો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે મકવાણાનું 14 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર શહેરની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 2019માં જે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી તે જડીલા ગામનો ડેપ્યુટી સરપંચ હતો.

દલિત યુવકની હત્યા પર કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું છે કે ગુજરાતમાં અમારા દલિત લોકો એક મોતનો ન્યાય મેળવે એટલીવારમાં બીજા દલિતની હત્યા થઇ જાય છે.

દલિત અધિકાર સંગઠન 'રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ'ના સભ્યોએ સ્થાનિક પોલીસને આવેદનપત્ર આપ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મકવાણાના મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે નહીં. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે મકવાણાની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે 15 દિવસ પહેલા જ 2019ના એક હત્યા કેસમાં નીચલી કોર્ટમાં જુબાની આપી હતી.

પ્રારંભિક તપાસમા જાણા મળ્યું છે કે OBC સમુદાયમાંથી આવતા હુમલાખોરની દલિત સામાજિક કાર્યકર મંજીભાઇ સોલંકીની હત્યા કેસમાં સાક્ષી બનવાને કારણે રાજેશ મકવાણા સાથે દુશ્મની હતી. મંજીભાઇ સોલંકી પડોશી જલીલા ગામમાં રહેતો હતો.

SPબલોલિયાએ જણાવ્યું હતું કે સોલંકી અને તેની પત્ની અને ગામના તત્કાલીન સરપંચ ગીતા સોલંકી અને આરોપીઓ વચ્ચે રાજકીય અદાવતના કારણે મંજીભાઇ સોલંકીની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજેશ મકવાણા પરના હુમલામાં કથિત રીતે સંડોવાયેલા લોકો સોલંકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આઠ લોકોના સગા છે.

SPએ ક્હયું કે રાજેશ મકવાણા પર કથિત રીતે ધીરુ ખાચર, તેના 3 પુત્રો અને 3 અજ્ઞાત લોકોએ 6 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો, જમાં મકવાણા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેનું મોત થયું હતું. પોલીસે કહ્યું કે, ધીરુ ખાચરના ત્રણેય પુત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે ધીરુ ખાચર અને અન્ અન્ય 3 લોકો ફરાર છે અને હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી.

રાજેશ મકવાણાએ જ્યારે 6 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જે નિવેદન આપ્યુ હતું તેને આધારે રણપુર પોલીસે ધીરુ ખાચર, તેના પુત્રો હરેશ, કિશોર અને રઘુ સામે ગુનો દાખલ કર્યો હતો.

SPએ કહ્યુ કે બાગડ ગામમાં મોટા પાયે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

રાજેસ મકવાણાના એક સંબંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે અમે SPની ટ્રાન્સફર અને બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી  માંગ કરીએ છીએ.

 ડેપ્યુટી સરપંચ અને 51 વર્ષના મંજીભાઇ સોંલકીની 19 જૂન 2019ના દિવસે હત્યા કરવામાં આવી હતી. મંજીભાઇની પત્ની ત્યારે ગામની સરપંચ હતી અને મંજીભાઇ પોતે જલીલા ગ્રામ પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ હતા. તેમની હત્યાના થોડા દિવસો પછી પોલીસે આ કેસમાં અશોક ખાચર, પ્રતાપ ખાચર, રૂતુરાજ ખાચર અને રવિરાજ ખાચર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp